નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ હજુ પણ યથાવત છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 36,469 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 488 લોકોના મોત થયા છે. જુલાઈ બાદ દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં આટલા ઓછા કેસ સામે આવ્યા છે. 18 જુલાઈના રોજ દેશમાં 34,884 કેસ સામે આવ્યા હતા. દેશમાં કોરોના વાયરસથી મૃત્યુદર સતત ઘટા રહ્યો છે. હવે મૃત્યુ દર 1.5 ટકા રહ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, હવે 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો મૃત્યુદર એક ટકાથી પણ ઓછો છે.


દેશમાં અત્યાર સુધીમાં કુલ 119502 લોકોના મોત

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં હવે કોરોનાના કુલ કેસ 79,46,430 થઈ ગયા છે. તેમાંથી 1,19,502 લોકના મોત થાય છે. જ્યારે 72,70,000 ઠીક થયા છે. હાલમાં 6,25,857 લોકોની સારવાર ચાલી રહી છે. ગઈકાલે 63,842 લોકોના સાજા થયા છે.

આઈસીએમઆરએ આજે કહ્યું કે, દેશમાં 26 ઓક્ટોબર સુધી કોરોના વાયરસના કુલ 10 કરોડ 44 લાખ 20 હજાર 894 ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 9 લાખ 58 હજાર 116 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા.

દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં

મહારાષ્ટ્રના સાર્વજનિક સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રાજ્યમાં 3645 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે 9905 સાજા થયા છે અને84 મોત નોંધાયા છે. રાજ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા 16,48,665 થઈ ગઈ છે, જેમાંથી 14,70,660 રિકવરી અને 43,344 મોત સામેલ છે. એક્ટિવ કેસ 1,34,137 છે. દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જ છે.