નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં ઓફર્સની ભરમાર હોય છે. ઓનલાઇન સેલમાં ગ્રાહકોને અનેક પ્રકારની ઓફર આપવામાં આવે છે. પરંતુ આ દરમિયાન એક આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. ઓનલાઈન સેલમાં એક યુવકે સારી ઓફર જોઈને મોબાઈલ ફોન બુક કરાવ્યો હતો. ચાર દિવસ બાદ યુવકના ઘરે ડિલીવરી મોબાઇલ ફોનની ડિલીવરી કરીને જતો રહ્યો હતો.


જેવું યુવકે મોબાઇલ બોક્સ ખોલ્યું કે તેનો હોશ ઉડી ગયા. બોક્સમાંથી મોબાઇલના બદલે કપડાં ધોવાનો સાબુ નીકળ્યો હતો. યુવકે આ અંગે કંપનીને ફરિયાદ કરી છે ઉપરાંત પોલીસને પણ માહિતી આપી છે. તપાસ બાદ ગાજીપુર પોલીસે ઠગાઈનો મામલો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, પીડિત સોહનલાલ પરિવાર સાથે મયૂર વિહાર ફેઝ-3માં રહે છે. 19 ઓક્ટોબરે સોહન લાલે એક જાણીતી ઓનલાઈન કંપની પરથી મોબાઇલ બુક કરાવ્યો હતો. મોબાઇલ બુક કરાવ્યાના ચાર દિવસ બાદ તેના ઘરે ડિલીવરી બોય મોબાઇલ ફોન લઈને આવ્યો હતો. બોક્સની ડિલીવરી કરીને તે જતો રહ્યો હતો.

સોહન લાલે ડબ્બો ખોલીને જોયું તો તેમાં સાબુ હતો. પીડિતે તાત્કાલિક ઓનલાઇન ફરિયાદ કરી. જે બાદ મામલાની જાણ પોલીસને કરવામાં આવી. સામાન ડિલીવર કરનારા યુવકે જ મોબાઇલના બદલે તેમાં સાબુ રાખ્યો હોવાની પોલીસને આશંકા છે.

સુરતઃ યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પતિએ રંગરેલિયાં મનાવતી પકડી તો તેણે શું કર્યું ?

ફરી ખૂલેલા મલ્ટીપ્લેક્સમાં આગામી બે મહિનામાં ફિલ્મ જોવા જશો ? 93 ટકા લોકોએ આપ્યો આ ચોંકાવનારો જવાબ, જાણો વિગત

 મેઘા સુસાઈડ કેસઃ 'તારા અને વનિતા પોતે સ્ત્રી હોવા છતાં એક છોકરીની ઇજ્જત વેચવા જરા પણ ખચકાતા નહોતા', વાંચો આખી સૂસાઇડ નોટ

60 હજાર રૂપિયાની અંદર આ છે બેસ્ટ બાઇક્સ, આપે છે શાનદાર માઇલેજ, મેનટેનેંસ ખર્ચ પણ ઓછો