સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 93 લાખ 51 હજાર થયા છે. જેમાંથી અત્યાર સુધીમાં એક લાખ 36 હજાર લોકોના મોત થયા છે. કુલ એક્ટિવ કેસ વધીને ચાર લાખ 54 પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા 615 વધી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 87 લાખ 60 હજાર લોકોએ કોરોનાના મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં 41,452 દર્દી સ્વસ્થ થયા છે.
26 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં એક્ટિવ કેસ 20,000થી ઓછા છે અને 9 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં એક્ટિવ કેસ 20,000થી વધારે છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR) અનુસાર દેશમાં 27 નવેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 13 કરોડ 80 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 10 લાખ સેમ્પલ કાલે ટેસ્ટ કરવામાં આવ્યા. પોઝિટિવ રેટ સાત ટકા છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુદર અને રિકવરી રેટની ટકાવારી વધારે છે. રાહતના સમાચાર એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ભારતમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.46 ટકા છે જ્યારે રિકવરી રેટ 93.65 ટકા છે. એક્ટિવ કેસ 5 ટકાથી પણ ઓછા છે.
સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારતનું સાતમું સ્થાન છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત દુનિયાનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી દુનિયમાં સૌથી વધુ ભારતમાં થઈ છે.