નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણે એકવાર ફરી ગતિ પકડી છે. સતત બીજા દિવસે 18 હજારથી વધુ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 18,711 નવા કેસ નોંધાયા હતા અને 100 લોકોના કોરોનાથી મૃત્યુ થયું છે. જો કે, 14,392 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પહેલા શુક્રવારે 18,284 નવા કેસ નોંધાયા હતા.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં હવે કોરોના વાયરસના કુલ કેસ વધીને એક કરોડ 12 લાખ 10 હજાર 799 થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 1 લાખ 57 હજાર 756 લોકોના મોત થયા છે. જ્યારે 8 લાખ 68 હજાર 520 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. દેશમાં હાલમાં એક્ટિ કેસની સંખ્યાં 1 લાખ 84 હજાર 523 થઈ ગઈ છે.

બે કરોડથી વધુ લોકોને અપાઈ કોરોના રસી

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાનની શરુઆત કરવામાં આવી હતી. 6 માર્ચ સુધી દેશભરમાં 2 નવેમ્બર 9 લાખ 22 344 સ્વાસ્થ્યકર્મીઓ, વૃદ્ધો અને કોરોના વોરિયર્સને કોવિડ-19ની રસી આપવામાં આવી ચુકી છે. ગઈ કાલે શનિવારે 14 લાખ 24 હજાર 693 લોકોને રસી આપવામાં આવી છે.