સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં અત્યાર્ કુલ કોરોના કંસની સંખ્યા 42.80 લાખ થઈ ગઈ છે. તેમાંથી 72,775 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 8.83 લાખ છે જ્યારે 33.23 લાખ લોકો રિકવર થઈ ગયા છે.
5 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ
ICMR અનુસાર 7 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 6 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 11 લાખ સેમ્પલ ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેટ 7 ટકાથી ઓછો છે. કોરોના વાયરસના 54 ટકા કેસ 18 વર્ષથી 44 વર્ષની વચ્ચેના લોકોના છે પરંતુ કોરોના વાયરસથી થનારા 51 ટકા મોત 60 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લોકોના થયા છે.
મૃત્યુદરમાં ઘટાડો
રાહતની વાત એ છે કે મૃત્યુ દર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.69 ટકા થયો છે. ઉપરાં એક્ટિવ કેસ જેની સારવાર ચાલી રહી છે તે દર પણ ઘટીને 21 ટકા થયો છે. તેની સાથે જ રિકવરી રેટ એટલે કે ઠીક થનારાઓનો દર 77 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.