કોરોનાના કેસોમાં ભારત વર્લ્ડ રેકોર્ડ બનાવવા તરફ, જાણો એક દિવસમાં સૌથી વધારે કેસ ક્યારે નોંધાયા

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,78,841 લોકો ઠીક પણ થયા છે.

Continues below advertisement

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,78,841 લોકો ઠીક પણ થયા છે.  અત્યાર સુધી કોઈ એક દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા દર્દીઓની આ સંખ્યા સૌથી વધુ છે. આ અગાઉ 8મી જાન્યુઆરીએ અમેરિકામાં 3 લાખ 7 હજાર લોકો પોઝિટિવ મળ્યા હતા. ભારતે આજે કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વર્લ્ડ રેકોર્ડ તો બનાવી દીધો છે અને આગામી દિવસોમાં પણ આ રેકોર્ડ તૂટતો રહેશે.

Continues below advertisement

સતત આઠમાં દિવસે બે લાખથી વધુ કેસ

દેશમાં સતત આઠમા દિવસે કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને બીજા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 22 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,14,835 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2104 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,78,841 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  એક કરોડ 59 લાખ 30 હજાર 965
  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 34 લાખ 54 હજાર 880
  • કુલ એક્ટિવ કેસ - 22 લાખ 91 હજાર 428
  • કુલ મોત - 1 લાખ 84 હજાર 657

 13 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 23 લાખ 30 હજાર 644 ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

દેશમાં છેલ્લા 14 દિવસમાં નોંધાયેલા કેસ

  • 21 એપ્રિલઃ 2,95,041
  • 20 એપ્રિલઃ 2,59,170
  • 19 એપ્રિલઃ 2,73,180
  • 18 એપ્રિલઃ 2,61,500
  • 17 એપ્રિલઃ 2,34,692
  • 16 એપ્રિલઃ 2,17,353
  • 15 એપ્રિલઃ 2,00,739
  • 14 એપ્રિલઃ 1,84,372
  • 13 એપ્રિલઃ 1,61,736
  • 12 એપ્રિલઃ 1,68,912
  • 11 એપ્રિલઃ 1,52,879
  • 10 એપ્રિલઃ 1,45,384
  • 9 એપ્રિલઃ 1,31,968
  • 8 એપ્રિલઃ 1,26,789
  • 7 એપ્રિલઃ 1,15,736
  • 6 એપ્રિલઃ 96,982
  • 5 એપ્રિલઃ 1,03,558   

ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 27,27,05,103 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 21 એપ્રિલના રોજ 16,51,71 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.

Continues below advertisement
Sponsored Links by Taboola