Corona Update: સતત બીજા દિવસે 1 લાખ કરતાં ઓછા નવા કેસ નોંધાયા, 24 કલાકમાં 2219 લોકોના મોત
ગઈકાલે 72287 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા સોમવારે 86498 કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.21 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકા થઈ ગયો છે. એક્ટિવ કેસ ઘટીને 5 ટકા કરતાં પણ ઓછા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
કુલ કોરોના કેસ બે કરોડ 90 લાખ 89 હજાર
કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 75 લાખ 4 હજાર 126
કુલ એક્ટિવ કેસ - 12 લાખ 31 હજાર 415
કુલ મોત - 3 લાખ 53 હજાર 528
આજે દેશમાં સતત 27માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે છે. 8 જૂન સુધી દેશમાં 23 કરોડ 90 લાખ 58 હજાર કોરોના રસીના ડોઝ આપિવામાં આવ્યા છે. વિતેલા દિવસે 27 લાખ 76 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 37 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ 4 ટકાં પણ વધારે છે.
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ દેશમાં સતત બીજા દિવસે એક લાખ કરતાં પણ ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 92 હજાર 596 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને 2219 લોકોના મોત થયા છે. જ્યારે એક લાખ 62 હજાર 664 લોકો કોરનાથી ઠીક થયા છે. એટલે કે વિતેલા દિવસે 72287 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા સોમવારે 86498 કેસ નોંધાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -