વિશ્વમાં ત્રીજો સૌથી પ્રભાવિત દેશ
કોરોના સંક્રમિતની સંખ્યા પ્રમાણે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત ભારત છે. પરંતુ જો પ્રતિ 10 લાખ જનસંખ્યા પ્રમાણે કોરોના કેસ અને મૃત્યુદરની વાત કરીએ તો અન્ય દેશોની તુલનમાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારત કરતાં વધારે કેસ અમેરિકા (3,219,993), બ્રાઝીલ, (1,759,103)માં છે. દેશમાં કોરોનાના કેસ વધવાની ગતિ પણ વિશ્વમાં ત્રીજા નંબર પર છે.
એક્ટવિ કેસના મામલે ટોપ-5 રાજ્ય
આંકડા અનુસાર, દેશમાં હાલમાં 2,76,000 કોરોનાના એક્ટિવ કેસ છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 93 હજારથી વધારે સંક્રમિતોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યાર બાદ બીજા નંબર પર તમિલનાડુ, ત્રીજા નંબર પર દિલ્હી, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારતનું ચોથું સ્થાન છે. એટલે કે ભારત એવો ચોથો દેશ છે, જ્યાં હાલમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે.
આઈસીએમઆર અનુસાર 8 જુલાઈ સુધી ટેસ્ટ કરવામાં આવલે સેમ્પલોની કુલ સંખ્યા 1,07,40,832 છે, જેમાં 2,67,061 સેમ્પલોનું ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યું છે.