યુપીના કાનપુરમાં ગેંગસ્ટર વિકાસ દુબેની કાર અચાનક પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી જતાં વિકાસ દુબેને ભાગવાનો મોકો મળી ગયો હતો. કાર પલટી ખાધા બાદ વિકાસ દુબે અને પોલીસ વચ્ચે સામ સામે ફાયરિંગ થયું હતું. તે દરમિયાન વિકાસ દુબેને કમરના ભાગે ગોળી વાગી હતી જેના કારણે વિકાસ દુબેનું મોત થયું છે.
નોંધયની છે કે, ઉત્તરપ્રદેશના કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસ સતત પુછપરછ કરી હતી. આ દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યાં હોવાનું સામે આવ્યું હતું.
સૂત્રો પ્રમાણે, વિકાસ દુબેએ કહ્યું કે, તે પોલીસકર્મીઓની હત્યા બાદ તેમના મૃતદેહ સળગાવવા માંગતો હતો. સળગાવવા માટે મૃતદેહને એક જગ્યાએ એકઠા કર્યાં હતા અને તેલની સગવડતા પણ કરી હતી.
સૂત્રએ જણાવ્યું હતું કે, વિકાસ દુબેએ પોલીસકર્મીઓના સંપર્કમાં હોવાની વાત પણ કહી. વિકાસ દુબેએ કહ્યું, અમને સૂચના મળી હતી કે, પોલીસ સવારે આવશે. પોલીસ રાત્રે જ દરોડો પાડવા આવી ગઈ. ડર હતો કે પોલીસ એન્કાઉન્ટર કરી નાખશે.