નવી દિલ્હી: દુનિયામાં સૌથી વધુ ઝડપી કોરોનાના કેસ ભારતમાં વધી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 94,372 નવા કેસ સામે આવ્યા છે અને 1114 લોકોના મોત થયા છે. દેશમાં બે સપ્ટેમ્બરથી સતત એક હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યાં છે. જો કે, તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં 78,399 દર્દીઓ સ્વસ્થ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 47 લાખ 54 હજાર થઈ ગઈ છે. તેમાંથી 78,586 લોકો મોત થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 73 હજાર થઈ ગઈ છે અને 37 લાખ લોકો સ્વસ્થ થયા છે.
ICMRના રિપોર્ટ અનુસાર, 12 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 62 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું. પોઝિટિવીટી રેટ 7 ટકાથી ઓછો છે.
મૃત્યુદરમાં ઘટાડો
એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.65 ટકા થઈ ગયો છે. તે સિવાય એક્ટિવ કેસ રેટ ઘટીને 21 ટકા થઈ ગયો છે. સાથે રિકવરી રેટ વધીને 78 ટકા થઈ ગયો છે. દેશમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ ગયો છે.
Corona updates: દેશમાં સતત 11માં દિવસે હજારથી વધુ મોત, છેલ્લા 24 કલાકમાં 94 હજારથી વધુ કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2020 11:25 AM (IST)
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 47 લાખ 54 હજાર થઈ ગઈ છે. તેમાંથી 78,586 લોકો મોત થઈ ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -