આઈસીએમઆરના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી પાંચ કરોડથી વધુ સેમ્પલ કોરોના ટેસ્ટિંગ માટે કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 5,06,50,128 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. 7 સપ્ટેમ્બરે એક દિવસમાં 10 લાખ 98 હજાર 621 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દરરોજ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે.
ટેસ્ટ પર મિલિયનની વાત કરીએ તો 1 જુલાઈના 6396થી આજે 36,703 થઈ ગઈ છે. જાન્યુઆરી, જ્યાં ભારતમાં માત્ર એક ટેસ્ટિંગ લેબ હતી તે વધારીને 1668 કરવામાં આવી છે, જેમાં 1035 સરકારી અને 633 ખાનગી લેબ છે. આ લેબ આરટી પીસીઆર, TrueNat અને CBNAAT ટેસ્ટ થઈ રહ્યાં છે. ત્યારે ભારતમાં મોટા પાયે એન્ટીજન ટેસ્ટ પણ થઈ રહ્યાં છે.
ભારતમાં કોરોનાના નિયંત્રણ માટે ત્રણ પોલિસી, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ અપનાવી છે. તેથી ભારતમાં ટેસ્ટિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 75,809 નવા કેસ સામે આવ્યા છે અને 1133 દર્દીઓના મોત થયા છે, સાથે 73521 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 77.65 ટકા છે, જ્યારે મૃત્યુદર 1.70 ટકા છે.