નવી દિલ્હીઃ ભારતીય સેનાએક ફરી એકવાર ચીનની ચાલબાજીને ઉંધી વાળી દીધી છે. જુનના જુઠ્ઠાણાને નકારી દીધુ છે. ચીનનો દાવો હતો કે, ભારતીય સેના તરફથી LAC પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. હવે ભારતીય સેનાને અધિકારીક રીતે નિવેદન આપીને ચીનના દાવાનો ફગાવી દીધો છે. સેનાએ કહ્યુ કે, ભારતીય સેનાએ ના તો LAC પાર કરી છે, ના કોઇપણ પ્રકારના આક્રમક પગલુ ભર્યુ છે, ચીન તરફથી ફાયરિંગ થયુ છે.


ભારતીય સેનાએ નિવેદન જાહેરા કરીને કહ્યું કે, -ભારત સીમા પર સેનાની તૈનાતી ઓછી કરવા માટે અને શાંતિ માટે પ્રતિબદ્ધ છીએ. પરંતુ ચીન પરિસ્તિતિ બગાડવા વાળી અને ઉકસાવનારી કાર્યવાહી કરી રહ્યું છે. ભારતે LACને ક્યારેય ક્રોસ નથી કરી. ચીની સેના આક્રમક રીતે કરારોનુ ઉલ્લંઘન કરી રહી છે. જ્યારે સૈન્ય અને રાજનીતિક લેવલે વાતચીત ચાલી રહી છે.

કાલે સાંજની ઘટનાને લઇને સેનાએ કહ્યું કે, સાત સપ્ટેમ્બરે ચીની સેનાએ LAC પર ભારતની એક ફોરવર્ડ પૉઝિશનની નજીક જવાની કોશિશ કરી હતી. ત્યારે અમારી સેનાએ પીછો કર્યો. ચીને અમારા જવાનોને ધમકાવવા માટે કેટલાક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યુ હતુ. ઉકસાવવા છતાં ભારતીય સેનાએ પુરેપુરી શાંતિ અને પરિપક્વતાનો પરિચય આપ્યો છે.

સેનાએ આગળ કહ્યું કે, ભારતીય સેના શાંતિ સ્થાપવા માટે હંમેશા માટે પુરેપુરી પ્રતિબદ્ધ છે. પોતાની અખંડતા અને સંપ્રભૂતાની રક્ષા માટે ભારતનો સંકલ્પ પણ મજબૂત છે. વિવાદ પર ચીને પોતાના નિવેદનમાં પોતાની જનતા અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ભ્રમિત કરવા માટે છે.