New Rules For International Passengers:દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ઘટાડા વચ્ચે સરકારે સોમવારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 'એર સુવિધા' ફોર્મ ભરવાની ફરજિયાતને દૂર કરવાનો નિર્ણય લીધો છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર આંતરરાષ્ટ્રીય આગમન માટે સંશોધિત માર્ગદર્શિકા મંગળવાર, 22 નવેમ્બરથી અમલીબનાવામાં આવી છે.


સરકારના આ પગલાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ડોક્યુમેન્ટની કાર્યવાહીની ઝંઝટમાંથી થોડી રાહત મળશે છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરી કરનાર એક મુસાફરે કહ્યું- એર ફેસિલિટી ફોર્મ ભરવાની પ્રક્રિયાને દૂર કરવાથી મુસાફરી થોડી સરળ બની છે. શારજાહથી દિલ્હી પરત ફરેલા હીરા સિંહે કહ્યું હતું કે, કોવિડની સ્થિતિમાં સુધારો થયો છે. હવે ઓથોરિટી દ્વારા મુસાફરોને વધારે પડતા પેપરવર્ક માટે બોલાવતા નથી. હવે મુસાફરી પહેલા કરતા વધુ સરળ બની છે. તો બાલીથી પરત આવેલા અવિનાશ શ્રીખંડેએ કહ્યું હતું કે, હવે મુસાફરો માટે બહાર નીકળવું સરળ બન્યું છે. અગાઉ દસ્તાવેજીકરણનું ઘણું કામ હતું.






અગાઉની માર્ગદર્શિકા મુજબ, વિદેશથી ભારત આવતા મુસાફરોએ 'એર સુવિધા' ફોર્મ ભરવું જરૂરી હતું. આ ફોર્મ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું હતું. ગત અઠવાડિયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, હવાઈ મુસાફરી દરમિયાન માસ્કનો ઉપયોગ ફરજિયાત નથી, પરંતુ મુસાફરોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. 


આરોગ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર, હવાઈ મુસાફરોએ તેમના દેશમાં કોવિડ -19 સામે રસીકરણના મંજૂર સમયપત્રક અનુસાર રસી મેળવવી જોઈએ. માર્ગદર્શિકા મુજબ મુસાફરોએ આગમન સમયે સોશિયલડિસ્ટન્સની ખાતરી કરવી આવશ્યક છે અને પ્રવેશ સ્થળે આરોગ્ય અધિકારીઓ દ્વારા તમામ આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.


માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સ્ક્રિનિંગ દરમિયાન લક્ષણો જોવા મળતા મુસાફરોને તરત જ અલગ કરવામાં આવશે. આરોગ્ય પ્રોટોકોલ મુજબ નિયુક્ત મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવશે. રોગચાળાને ધ્યાનમાં રાખીને ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ 25 માર્ચ 2020થી બે મહિના માટે સ્થગિત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ પણ તે દિવસથી જ સ્થગિત કરવામાં આવી હતી, જે આ વર્ષે 27 માર્ચથી ફરી યથાવત કરવામાં આવી હતી.