પૂણેઃ રક્ષામંત્રી મનોહર પારિકરે કહ્યું કે ભારતને 36 મહિનાની સમય મર્યાદા પહેલા જ ફ્રાંસ પાસેથી રાફેલ યુદ્ધ વિમાન મળવાની શક્યતા છે. સૌદાના નિયમ મુજબ 36 મહિનાની સમય મર્યાદા આપવામાં આવી છે. પરંતુ આ સમય પહેલા પણ આવી શકે છે. અમે તેમની પાસેથી જલ્દી આપવાનો આગ્રહ રાખ્યો છે.


23 સપ્ટેંબરે ભારત અને ફ્રાંસે 7.87 અરબ યૂરો ( અંગાદે 59 હજાર કરોડ રૂપિયા)માં 36 રાફેલ યુદ્ધ જેટ વિમાનોના સૌદા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાફેલ નવી મિસાઇલ અને હથિયાર પ્રણાલીથી લેસ છે. તેમજ તેમા ભારતની માંગ મુજબ ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં ભારતીય વાયુસેનને પાકિસ્તાન વિરુદ્ધ વ્યાપક ક્ષમતા મળશે.

પારિકરે એમ કહ્યું હતું કે, વધારાનો ખર્ચ અને મહેસૂલ (જાળવણી) ખર્ચાને ઓછા કરવા પર સેનાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર માટે સૂચન માટે બનાવેલી સમિતિ જલ્દી પોતાનો રિપોર્ટ સોપી દેશે. લેફ્ટિનેટ્ જનર (રિટાયર્ડ) ડીબી શેકાત્કર આ સમિતિના પ્રમુખ છે.