NRC પર શાહનવાઝ હુસેને કહ્યું કે- ભારત કોઇ ધર્મશાળા નથી કે કોઇ પણ આવીને વસી જાય
abpasmita.in
Updated at:
20 Sep 2019 10:08 PM (IST)
શાહનવાઝે કહ્યું કે, આપણે અહી કોઇ ધર્મશાળા નથી ચલાવી રહ્યા કે જ્યાં કોઇ પણ ઘૂસી જાય અને જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી રહે
NEXT
PREV
નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસેને એનઆરસી પર ગૃહમંત્રી અમિત શાહના તાજેતરના નિવેદનને સમર્થન આપ્યું હતું. તેમની પાર્ટીની સરકાર જે રાજ્યોમાં છે ત્યાં એનઆરસી મારફતે બિનકાયદેસર રહેતા લોકોને ફિલટર કરીને તેમને દેશની બહાર કરવાનો સારો રસ્તો બતાવ્યો છે.
તેમણે કહ્યુ કે, શાહનવાઝે કહ્યું કે, આપણે અહી કોઇ ધર્મશાળા નથી ચલાવી રહ્યા કે જ્યાં કોઇ પણ ઘૂસી જાય અને જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી રહે. ભારતમાં આખી દુનિયામાંથી આવવાની છૂટ છે પરંતુ આ માટે પાસપોર્ટ હોવો જોઇએ અને વિઝા પર એક સમય સીમા નક્કી હોવી જોઇએ.
હુસેને બિહારના મધેપુર જિલ્લામાં એક કાર્યક્રમમાં કહ્યું કે, બિનકાયદેસર રીતે ભારતમાં રહેલા લોકોની ઓળખ થવી જોઇએ. નોંધનીય છે કે આસામમાં એનઆરસીની અંતિમ યાદીમાંથી 19 લાખ લોકોને બહાર કરી દેવામાં આવ્યા છે. આ યાદીમાં એ લોકોના નામ ગુમ છે જેઓ બાંગ્લાદેશ અને અન્ય દેશોમાંથી 25 માર્ચ 1971 બાદ બિનકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -