નવી દિલ્હી: ભારત અને જાપાને પ્રથમ વખત ‘ટૂ પ્લસ ટૂ’ વાર્તા કરી હતી. આ દરમિયાન બન્ને દેશોએ પાકિસ્તાનથી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી રહેલા નેટવર્કોથી થઈ રહેલી ક્ષેત્રીય સુરક્ષાનો ઉલ્લેખ કર્યો હતો. ભારત-જાપાને આતંકવાદ પર કડક વલણ આપનાવતા સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનને અપીલ કરી કે તે આતંકવાદી નેટવર્કો વિરુદ્ધ કડક અને કાયમી પગલા ઉઠાવે અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું પાલન કરે.


ભારત-જાપાને તમામ દેશોને અપીલ કરી કે, આતંકીઓનો ખાતમો કરવા માટે તેમને મળતી નાણાકીય મદદ આપનારા માધ્યમોને સમાપ્ત કરવા માટે સખ્ત પગલા ઉઠાવે. બન્ને દેશોએ તમામ દેશોને સુનિશ્ચિત કરવાની અપીલ કરી કે, તેમના દ્વારા નિયંત્રિત કોઈ પણ વિસ્તારનો ઉપયોગ કોઈ અન્ય દેશ પર આતંકવાદી હુમલા કરવા માટે ન કરવામાં આવે.

આજે ભારત-જાપાને સમુદ્ધ ક્ષેત્રમાં પોતાની વિશેષ રણનીતિક ભાગીદારીને વધુ ગતિ આપવા માટે વિદેશ અને રક્ષામંત્રી સ્તરની પ્રથમ બેઠક કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર ત્રણેયે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. જ્યારે જાપાનનું નેતૃત્વ ત્યાંના વિદેશમંત્રી તોશીમિત્શુ મોતેગી અને રક્ષામંત્રી તારો કોનોએ કર્યું હતું.


ગત વર્ષે 13માં ભારત-જાપાન વાર્ષિક સમ્મેલન દરમિયાન વડાપ્રધાન મોદી અને શિંઝો આબે વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા તથા સરંક્ષણ સહયોગને મજબૂતી આપવા, વૈશ્વિક ભાગીદારીમાં મજબૂતી લાવવાના ઉદ્ધેશ્યથી નવી અર્થવ્યવસ્થા શરૂ કરવા પર ચર્ચા થઈ હતી.