નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળને છ મહીના પૂરા થવા પર પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકારે દેશના વિકાસ, સામાજિક સશક્તીકરણ અને એક્તા  માટે અનેક નિર્ણયો લીધા છે. પીએમ મોદીએ કહ્યું સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સાથેના ધ્યેયથી પ્રેરિત થઈને અને 130 કરોડ ભારતીઓના આર્શીર્વાદથી એનડીએ સરકારે નવા ઉત્સાહ સાથે ભારતના વિકાસ અને પ્રજાના જીવનને સશક્ત બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. ભાજપે સરકારની ઉપલબ્ધિઓ ગણાવી છે.


 
ભાજપે ટ્વીટ કરીને કહ્યું કે, છેલ્લા છ મહિના દરમિયાન મોદી સરકારના બીજા કાર્યકાળમાં જે સાહસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. જે લોકો તરફથી તેમના પર કરેલા વિશ્વાસને દર્શાવે છે.


ભાજપે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, અમે વચન આપ્યું, સંર્ઘર્ષ કર્યો અને તેને પૂરું કર્યું. જમ્મુ કાશ્મીરને આર્ટિકલ 370ની પીડામાંથી છૂટકારો મળ્યો. સાથે રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા. એક ભારત અને એક સંવિધાનના સપનાને મોદી સરકારે પૂરું કર્યું છે.