નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર ફરી વળી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું સરકારી આંકડા કહે છે. આ દરમિયાન એક વ્યાપારી સંગઠને પણ દેશમાં લોકડાઉન (Lockdown) લગાવવાની માંગ કરી છે.
ધ કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની માંગ કરી છે. સીએઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કોરોના વાયરસ મહામારીની બીજી લહેર પર કાબુ મેળવવા સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો આગ્રહ કર્યો છે. સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક ઓનલાઈન સર્વેક્ષણમાં ભાગ લેનારા ઓછામાં ઓછા 67 ટકા લોકોએ દેશમાં બગડતી કોરોનાની સ્થિતિને જોતાં દેશવ્યાપી લોકડાઉન લગાવવા આહ્વાન કર્યુ છે.
પ્રવીણ ખંડેલવાલે કહ્યું, જો દેશવ્યાપી લોકડાઉન શક્ય ન હોય તો કેન્દ્ર જ્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે રાજ્યોને લોકડાઉન લાદવાકહી શકે છે. દેશભરમાં 9 હજારથી વધારે લોકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો અને 78.2 ટકા લોકોએ બીજી લહેર બેકાબૂ બની હોવાનું સ્વીકાર્યું હતું. જ્યારે 67 ટકાથી વધુ લોકોએ દેશવ્યાપી લોકડાઉન પર સહમતિ વ્યક્ત કરી છે.
એક્ટિવ કેસ 34 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,57,299 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3449 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,20,289 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 2 લાખ 82 હજાર 833
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 66 લાખ 13 હજાર 292
- કુલ એક્ટિવ કેસ - 34 લાખ 47 હજાર 133
- કુલ મોત - 2 લાખ 22 હજાર 408
છેલ્લા ત્રણ દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
27 વર્ષ સાથે રહ્યા બાદ અલગ થયા બિલ ગેટ્સ અને મેલિંડા, કહી આ વાત
Coronavirus Cases India: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે કરોડને પાર, જાણો આજે કેટલા નોંધાયા કેસ