નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં  કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.

  ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કેસ પર કાબુ મેળવવા વિવિધ રાજ્યોએ લોકડાઉનની (Lockdown) જાહેરાત કરી છે. જેમાં વધુ બે રાજ્યો તેલંગાણા અને નાગાલેંડનો સમાવેશ થયો છે.


તેલંગાણા કેબિનેટની મળેલી બેઠકમાં 10 દિવસના સંપૂર્ણ લોકડાઉનનો ફેંસલો લેવામાં આવ્યો હતો. જે મુજબ રાજ્યમાં આવતીકાલથી સંપૂર્ણ લોકડાઉન (Complete Lockdown) લાદવામાં આવશે. સવારે 6 થી 10 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. તેલંગાણામાં એક્ટિવ કેસની સંખ્યા 62,797 છે, જ્યારે 4,36,619 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તેલંગાણામાં કોરોનાથી કુલ 2771 લોકોના મોત થયા છે.


નાગાલેંડે પણ 7 દિવસના સંપૂર્ણ લોકડાઉનનો ફેંસલો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના કેસ વધતાં 14 મેથી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. નાગાલેંડમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્ય 2884 છે, જ્યારે 13,249 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક કુલ 150 છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  બે કરોડ 26 લાખ 62 હજાર 575


કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304


કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221


કુલ મોત - 2 લાખ 49 હજાર 992


એક્ટિવ કેસ 37 લાખને પાર


 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં 37,572નો ઘટાડો થયો હતો.


Corona Vaccination: ભાજપ શાસિત આ રાજ્યએ સૌથી વધુ બરબાદ કર્યા કોરોનાના ડોઝ


રૂપાણીના રાજકોટમાં લોકડાઉનનો વિરોધ, વેપારી સંગઠનોએ કરી આ માંગ, જાણો વિગત