Coronavirus: કોરોનાની બીજી લહેરે દેશમાં તબાહી મચાવી છે. બીજી લહેરમાં ફેલાઇ રહેલા સ્ટ્રેનનWHOએ વૈશ્વિક સ્તરે ચિંતાજનક (વેરિએન્ટ ઓફ કન્સર્ન) જણાવ્યો છે. તે કહે છે,  ભારતમાં આ વેરિએન્ટ B.1.617 સૌથી  સંક્રમણ  ફેલાઈ રહ્યો છે. એન્ટીબોડીને પર પણ આ વેરિએન્ટ માત આપી રહ્યો છે. જો કે  વિશ્વ આરોગ્ય સંગઠનના વૈજ્ઞાનિકે જણાવ્યું કે. આ વેરિઅન્ટ વેક્સિન કરતા વધુ પ્રતિકારક ક્ષમતા નથી ઘરાવતો.


વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે, આ વેરિઅન્ટ B.1.617 સામે પણ વેક્સિન અસરકારક સાબિત થઇ રહી છે. સ્વામિનાથને કહ્યું કે, હાલના ડેટા બતાવે છે કે,  ખતરનાક વેરિએન્ટ B.1.617થી જીવ બચાવવામાં વેક્સિન કારગર સાબિત થઇ રહી છે.


ઉલ્લેખનિય છે કે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બ્રિટન પછી ભારત ચોથો એવો દેશ છે.  જ્યાં ફેલાઇ રહેલા વાયરસને  WHOએ (વેરિએન્ટ ઓફ કન્સર્ન) કેટેગરીમાં મૂક્યો છે. WHOના પ્રમુખ કેરખોવે કહ્યું કે ભવિષ્યમાં દુનિયાભરમાં વેરિએન્ટ ઓફ કન્સર્ન જોવા મળશે. તેથી દુનિયામાં ફેલાતા આ ખતરનાક વાયરસના સંક્રમણને રોકવા માટે શક્ય તેટવા પ્રયાસ કરવો જરૂરી છે.


 WHO વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને પોઝિટિવ કેસની વધતી જતી સંખ્યા અને મૃત્યઆંકને લઇને ચિંતા વ્યક્ત કરી છે.  WHOના કોરોના આંકડા છુપાવતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. WHOના સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું કે. “માત્ર ભારત જ નહી પરંતુ દુનિયાના અન્ય દેશો પણ કોરોનાના કેસ અને મૃત્યુના આંકડા છુપાવી રહ્યો છે. સાચી સ્થિતિને દરેક સરકારે જાહેર કરવી જોઇએ’


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે. 


એક્ટિવ કેસ 37 લાખને પાર


 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં 37,572નો ઘટાડો થયો હતો.