વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું, દક્ષિણ પૂર્વ અને નજીક પૂર્વ મધ્ય અરબ સમુદ્રમાં 31 મેથી ચાર જૂન દરમિયાન દબાણનું ક્ષેત્ર બની શકે છે. આ સ્થિતિ કેરળમાં એક જૂનથી ચોમાસા માટે અનુકુળ છે.
હવામાન વિભાગે 15મેના જાહેર પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું હતું કે ચોમાસુ 5 જૂનથી દક્ષિણના રાજ્યોમાં આવી શકે છે. આ ચોમાસાની સામાન્ય તારીખથી ચાર દિવસ બાદની તારીખ છે.
કેરળમાં સામાન્ય રીતે એક જૂનથી ચોમાસાનો પ્રારંભ થાય છે. પરંતુ બંગાળની ખાડી પર ચક્રવાતી સ્થિતિ બનવાના કારણે ચોમાસાની પ્રગતિમાં મદદ મળવાની સંભાવના છે.