ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધી 35 દેશોના કુલ 910 જમાતીઓ વિરુદ્ધ 47 ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે. આ તમામ પર વીઝા નિયમોનના ઉલ્લંઘનનો આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચે તેમના પર ધારા 144ના ઉલ્લંઘનથી લઈ મહામારી એક્ટના નિયમોનું ઉલ્લંઘન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો છે. આ પહેલા ભારત સરકારે વીઝા કેન્સર કરી તેમને બ્લેક લિસ્ટ પણ કર્યા હતા.
દિલ્લીપોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ આ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે, આ તમામ આરોપીએ કલમ 144નું ઉલ્લંઘ કર્યું છે, સાથે ભેગા થઈને ક્વોરંન્ટાઈન કાયદાના પણ ધજાગરા ઉડાડ્યા છે.