ભારતે ક્યારેય કોઇ દેશ પર હુમલો કર્યો નથી, ના જમીનનો ભૂખ્યો રહ્યો છેઃ મોદી
abpasmita.in | 02 Oct 2016 04:24 PM (IST)
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દિલ્લીમાં પ્રવાસી ભારતીય કેંદ્રનું ઉદ્ધાટન કર્યું હતું. આ સમયે તેમણે નામ લીધા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું કે આ દેશ ક્યારેય જમીનનો ભૂખ્યો નથી રહ્યો, ક્યારેય કોઈ પર આક્રમણ નથી કર્યું. તેમણે કહ્યું હંમેશા બીજા માટે બલીદાન આપે છે. આપણા દોઢ લાખથી વધુ જવાનો પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં શહિદ થઈ ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું આપણી પાસે દુનિયાને આપવા માટે ઘણું બધુ છે. દુનિયાના 150 દેશોમાં પ્રવાસી ભારતીય રહે છે. ઘણા દેશ એવા છે જ્યાં મિશનની શક્તિ કરતા પ્રવાસીની ભારતીયોની શક્તિ વધારે છે. મોદીએ કહ્યું દુનિયામાં ઘણા દેશોમાં ભારતની ઓળખ અપ્રવાસી તરીકેની છે, દુનિયામાં ભારતીયોને લઈને જિજ્ઞાશા વધી છે. આપણે માત્ર સંખ્યાના આધાર પર નહી પરંતુ શક્તિની નજરથી જોવું જોઈએ. ગાંધી જયંતી પર પ્રવાસી ભારતીય કેંદ્રનું ઉદ્ધાટન કરતા કહ્યું ગાંધી ભારતની બહાર ગયા હતા પરંતુ દેશની પુકારના કારણે તેઓ પાછા ફર્યા. મોદીએ કહ્યું પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇએ પ્રવાસી ભારતની શરૂઆત કરી હતી.