અમેરિકા (America)માં અત્યાર સુધીમાં સૌથી વધુ કુલ કેસ 7896895 સામે આવ્યા છે. તો 18મી ઑક્ટોબરના રોજ આવેલા આંકડા પ્રમાણે આજે ભારતમાં 61871 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 1033 લોકોના મોત થયા છે. 17 ઑક્ટોબરના રોજ રજૂ થયેલા આંકડાઓના મતે ભારતમાં 24 કલાકમાં 62212 નવા કેસ સામે આવ્યા જે દુનિયામાં બીજા નંબર પર છે.
છેલ્લા અઢી મહિનાથી ભારતમાં દુનિયામાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે, પરંતુ 17 ઑક્ટોબરના રોજ આ સિલસિલો તૂટ્યો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHOના મતે 17 ઑક્ટોબરના રોજ અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 63044 નવા કેસ સામે આવ્યા જે દુનિયામાં સૌથી વધુ છે.
ભારતમાં કોરોના વાયરસના 7494552 કેસ નોંધાયા છે, તેમાંથી માત્ર 7,83,311 એક્ટિવ કેસ રહ્યા છે. જ્યારે 65,97,210 લોકો સાજા થઇ ગયા છે.