India Omicron Cases Update: દેશમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. ગુજરાતમાં ઓમિક્રોનના કેસ 100ને પાર થઈ ગયા છે. દેશના પાંચ રાજ્યોમાં ઓમિક્રોનના 100થી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ 1431 પર પહોંચ્યા છે, જેમાંથી 488 લોકો સાજા થઈ ગયા છે.


દેશમાં ઓમિક્રોનના કેટલા કેસ


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 23 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓમિક્રોનના કુલ કેસ 1431 પર પહોંચ્યા છે. જેમાંથી 488 લોકો સાજા થઈ ગયા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં 454,, દિલ્હીમાં 351, તમિલનાડુમાં 118, ગુજરાતમાં 15,  કેરળમાં 109, રાજસ્થાનમાં 69, તેલંગાણામાં 62, હરિયાણામાં 37, કર્ણાટકમાં 34, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 17-17, ઓડિશામાં 14, મધ્યપ્રદેશમાં 9, ઉત્તરપ્રદેશમાં 8, ઉત્તરાખંડમાં 4, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં 3-3, અંદામાન-નિકોબારમાં 2,  ગોવા, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, મણિપુર અને પંજાબમાંમાં 1-1 કેસ નોંધાયા છે.


ઓમિક્રોન સામે કેવી રીતે બચાવશો તમારી જાતને



  • જો તમે રસી મેળવવા માટે લાયક છો, તો શક્ય તેટલી વહેલી તકે રસી મેળવો.

  • ભીડવાળી જગ્યાઓથી પોતાને દૂર રાખો.

  • જો બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો માસ્ક પહેરીને જ બહાર નીકળો.

  • જો તમને ચેપના લક્ષણો દેખાય, તો કોરોના ટેસ્ટ કરાવો.

  • જો તમને ચેપ વિશે ખબર પડી છે, તો પછી તમારી જાતને અન્ય લોકોથી અલગ કરો.



દેશમાં આજે કેટલા નોંધાયા કેસ


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 22,775  નવા કેસ નોંધાયા છે અને 406 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,04,781 પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. દેશમાં અત્યાર સુધીમાં 145,16,24,150 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 58,11,487 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,10,855 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  



  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 42 લાખ 75 હજાર 312

  • એક્ટિવ કેસઃ 1 લાખ 4 હજાર781

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 81 હજાર 486