Omicron Cases India Tally: ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 3623પર પહોંચ્યા છે, જેમાંથી 1409 લોકો સાજા થઈ ગયા છે. રાજસ્થાનના જયપુરમાં ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિનું મોત થયું હતું અને તે ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મોત હતું.


કયા રાજ્યમાં કેટલા ઓમિક્રોન કેસ


દેશના 27 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્ર અને દિલ્હી પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં 1009, દિલ્હીમાં 513, કર્ણાટક 441, રાજસ્થાનમાં 373, કેરળમાં 333, ગુજરાતમાં 204, તેલંગાણામાં 185, તમિલનાડુમાં 185, હરિયાણામાં 123, ઓડિશામાં 60, ઉત્તર પ્રદેશમાં 113 આંધ્રપ્રદેશમાં 28, પશ્ચિમ બંગાળમાં 27, પંજાબમાં 27,  ગોવામાં 19, આસામમાં 9, મધ્ય પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 8, મેઘાલયમાં 4, અંદામાન-નિકોબારમાં 3, ચંદીગઢમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 3, પોંડિચેરીમાં 2, છત્તીસગઢમાં 1, હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1, મણિપુરમાં 1 કેસ નોંધાયો છે.






ભારતમાં કોરોનાની સ્થિતિ


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,59,632  નવા કેસ નોંધાયા છે અને 327 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,863 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,53,603 પર પહોંચી છે. ગઈકાલે 1.41 લાખ કેસ નોંધાયા હતા.



  • એક્ટિવ કેસઃ 5,90,611

  • કુલ ડિસ્ચાર્જઃ 3,44,53,603

  • કુલ મૃત્યુઆંકઃ4,83,790

  • કુલ રસીકરણઃ 151,57,60,645


આ પણ વાંચોઃ Ahmedabad Corona Cases: રાજ્યના આ જાણીતા શહેરમાં ફાટ્યો કોરોનાનો રાફડો, જાન્યુઆરીના 8 દિવસમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા હડકંપ


Budget Family Cars: પરિવાર માટે કાર ખરીદવી છે, જુઓ દેશની બેસ્ટ ફેમિલી કારનું લિસ્ટ