નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. ગુજરાતમાં ઓમિક્રોનના કેસ 100ને પાર થઈ ગયા છે. દેશના પાંચ રાજ્યોમાં ઓમિક્રોનના 100થી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં ઓમિક્રોનના કુલ કેસ 1431 પર પહોંચ્યા છે, જેમાંથી 488 લોકો સાજા થઈ ગયા છે.


કોણે અને કયા આધારે કરી ભવિષ્યવાણી


કાનપુર IITના સિનિયર પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે ફેબ્રુઆરીમાં ઓમિક્રોન પીક પર હશે. પરંતુ દર્દીઓની સંખ્યા વધારે નહીં હોય કે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઓમિક્રોન લહેર ઓછી થવા લાગશે,.ગણિતીય મોડલના આદારે સાઉથ આફ્રિકાથી ભારતની તુલના બાદ તેમણે કહ્યું, બંને દેશોની સ્થિતિ, વસતિ અને નેચરલ ઈમ્યુનિટી એક જેવી છે. ત્યાં 17 ડિસેંમ્બરે ઓમિક્રોન પીક પર હતો અને હવે ઝડપથી કેસ ઘટવા લાગ્યા છે. આઉથ આફ્રિકામાં ઈમ્યુનિટી આશરે 80 ટકા સુધી છે. તેના આધારે તેમણે કહ્યું, સાઉથ આફ્રિકાની જેમ ભારતમાં પણ કેસ વધશે પરંતુ મોટાભાગના દર્દીને હોસ્પિટલમાં દાખલ નહીં થવું પડે. યૂરોપમાં નેચરલ ઈમ્યુનિટી ઓછી છે, તેથી ત્યાં કેસ વધી રહ્યા છે. પ્રોફેસર અગ્રવાલે પ્રથમ અને બીજી લહેરમાં પણ સચોટ ભવિષ્યવાણી કરી હતી.


દેશમાં ઓમિક્રોનના કેટલા કેસ


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 23 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓમિક્રોનના કુલ કેસ 1431 પર પહોંચ્યા છે. જેમાંથી 488 લોકો સાજા થઈ ગયા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં 454,, દિલ્હીમાં 351, તમિલનાડુમાં 118, ગુજરાતમાં 15,  કેરળમાં 109, રાજસ્થાનમાં 69, તેલંગાણામાં 62, હરિયાણામાં 37, કર્ણાટકમાં 34, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 17-17, ઓડિશામાં 14, મધ્યપ્રદેશમાં 9, ઉત્તરપ્રદેશમાં 8, ઉત્તરાખંડમાં 4, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં 3-3, અંદામાન-નિકોબારમાં 2,  ગોવા, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, મણિપુર અને પંજાબમાંમાં 1-1 કેસ નોંધાયા છે.


ઓમિક્રોન સામે કેવી રીતે બચાવશો તમારી જાતને



  • જો તમે રસી મેળવવા માટે લાયક છો, તો શક્ય તેટલી વહેલી તકે રસી મેળવો.

  • ભીડવાળી જગ્યાઓથી પોતાને દૂર રાખો.

  • જો બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો માસ્ક પહેરીને જ બહાર નીકળો.

  • જો તમને ચેપના લક્ષણો દેખાય, તો કોરોના ટેસ્ટ કરાવો.

  • જો તમને ચેપ વિશે ખબર પડી છે, તો પછી તમારી જાતને અન્ય લોકોથી અલગ કરો.