Turkiye-SyriaEarthquake: તુર્કી-સીરિયા ભૂકંપ બાદ ભારત (India) સતત ત્યાંના લોકોની મદદ કરવામાં લાગ્યુ છે. ભારત સરકાર 'ઓપરેશન દોસ્ત' (Operation Dost) અંતર્ગત રાહત સામગ્રી મોકલી રહ્યું છે. આ અંતર્ગત આજે (9 ફેબ્રુઆરી) ભારત રાહત સામગ્રથી ભરેલી છઠ્ઠી ફ્લાઇટ (6th Flight) તુર્કી મોકલી છે. વિદેશ મંત્રાલય એસ જયશંકર (S.Jaishankar) એ જાણકારી આપતા કહ્યું કે, - આજે છઠ્ઠુ વિમાન તુર્કી પહોંચી ગયુ છે. 


અધિકારિક જાણકારી અનુસાર, ભારતના છઠ્ઠા વિમાન  5 C-17 IAF વિમાનમાથી 250 થી વધુ બચાવ કર્મી, વિશેષ ઉપકરણો અને 135 ટનથી વધુની રાહત સામગ્રી તુર્કી મોકલવામાં આવી છે. ભૂકંપના કારણે કાટમાળમાં દબાયેલા લોકોને કાઢવા અને ત્યાં ઘાયલોને ઇલાજ કરાવવા માટે ભારત દરેક સંભવિત પ્રયાસ કરી રહ્યુ છે. છઠ્ઠી ફ્લાઇટમાં બચાવ દળ, ડૉગ સ્ક્વૉડ, દવાઓ અને અન્ય જરૂરી સામાન મોકલવામાં આવ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બતાવ્યુ કે, 'ઓપરેશન દોસ્ત' અંતર્ગત છઠ્ઠી ફ્લાઇટ પહોંચી ચૂકી છે, અને ત્યાંના લોકોની મદદ કરવામાં આવી રહી છે.  




ફિલ્ડ હૉસ્પીટલોમાં ડૉક્ટરો ઘાયલોની કરી રહ્યાં છે સારવાર - 
આ પહેલા વિદેશ મંત્રીએ એક ટ્વીટ કીરને ફિલ્ડ હૉસ્પીટલ (Field Hospital)ની કેટલીક તસવીરો શેર કરી હતી, આ તસવીરોમાં ડૉક્ટરો ઘાયલોનો ઇલાજ કરતાં દેખાઇ રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, તુર્કી અને સિરીયામાં 6 ફેબ્રુઆરીએ ઘાતક ભૂકંપ આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકોના મોત થઇ ગયા હતા. હાલમાં આંકડો છે કે ત્યાં લગભગ 19 હજારથી વધુ લોકોના મોત થઇ ગયા છે, અને 65 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. એનડીઆરએફ બચાવ અભિયાનમાં ત્યા લાગી ગઇ છે.


 


તુર્કી-સીરિયામાં ભારતનું 'ઓપરેશન દોસ્ત', રેસ્ક્યૂમાં જોડાઇ NDRFની ટીમો -


નવી દિલ્હીઃ તુર્કી-સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મરનારીઓની સંખ્યા સતત વધી રહી છે, હવે વધીને આંકડો 15 હજારને પાર પહોંચી ગયો છે. દુનિયાભરની રાહત એજન્સીઓ કાટમાળ નીચેથી લોકોને બચાવીને બહાર કાઢવામાં લાગી છે. તુર્કીમાં આવેલા ભૂકંપને જોઇને ભારત સરકારે મદદના હાથ આગળ વધાર્યા છે. એનડીઆરએફની ટીમ, રાહત સામગ્રીની સાથે તુર્કીમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. ભારત સરકારે આ રાહત અને બચાવ કાર્યને 'ઓપરેશન દોસ્ત' નામ આપ્યુ છે. 


તુર્કિના નૂરદાગીમાં એનડીઆરએફની ટીમો શોધ અને બચાવ અભિયાન ચલાવી રહી છે.  આ તસવીરોમાં એનડીઆરએફની ટીમો કાટમાળમાં દબાયેલા લોકોને કાઢતી દેખાઇ રહી છે. ભૂકંપથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે વિશેષ રીતે ડૉગ સ્ક્વૉડ, ચિકિત્સા સહિત અન્ય આવશ્યક ઉપકરણોની સાથે એનડીઆરએફની 3 ટીમોને ભારતમાંથી તુર્કી મોકલવામાં આવી છે. તુર્કીના હાટેમાં ભારતીય સેનાના ફિલ્ડ હૉસ્પીટલમાં વિનાશકારી ભૂકંપથી પ્રભાવિત લોકોને ચિકિત્સા ઉપચાર આપવામાં આવી રહ્યો છે. 


વિદેશ મંત્રી એસ જયશંકરે એક ટ્વીટમાં તસવીરને શેર કરીને લખ્યુ- એનડીઆરએફની ટીમ ગઝિયાંચટેપમાં શોધ અને બચાવ અભિયામાં જોડાઇ છે.