Pakistan Violates Ceasefire Live Updates: શ્રીનગરમાં ડ્રોન હુમલો, અમૃતસરમાં રેડ એલર્ટ, કચ્છમાં બ્લેકઆઉટ

યુદ્ધવિરામની સત્તાવાર જાહેરાતના થોડા કલાકો પછી શ્રીનગર સહિત ઘણા ભારતીય વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા

gujarati.abplive.com Last Updated: 11 May 2025 10:54 AM

બ્રેકગ્રાઉન્ડ

અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની સત્તાવાર જાહેરાતના થોડા કલાકો પછી શ્રીનગર સહિત ઘણા ભારતીય વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા અને વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યાના થોડા કલાકો...More

યુદ્ધવિરામ માટે શાહબાઝ શરીફે ટ્રમ્પનો માન્યો આભાર

ભારત સાથે યુદ્ધવિરામ માટે વિનંતી કરવી અને પછી તેનો ભંગ કરવો એ આ પાકિસ્તાનની જૂની આદત બની ગઈ છે. પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફના નિવેદનમાં હતાશા સ્પષ્ટપણે જોવા મળી હતી. શનિવારે રાષ્ટ્રને સંબોધનમાં શાહબાઝ શરીફે કહ્યું હતું કે ભારતે તાજેતરમાં જે કર્યું તે ખોટું હતું, જેનો આપણી સેનાએ યોગ્ય જવાબ આપ્યો. ભારતે પહલગામ હુમલાનું બહાનું બનાવીને આપણા પર યુદ્ધ થોપ્યું હતું. પાકિસ્તાને ફરી એકવાર ભારતના આરોપોને પાયાવિહોણા ગણાવીની તેની નિષ્પક્ષ તપાસની ઓફર કરી હતી.


શાહબાઝે આરોપ લગાવ્યો કે ભારતે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ દ્વારા પાકિસ્તાની નાગરિકોને નિશાન બનાવ્યા હતા. ભારતે રહેણાંક વિસ્તારો પર હુમલો કરીને અમારી ધીરજની કસોટી કરી. ભારતીય સેનાએ પાકિસ્તાનના સૈન્ય છાવણીઓ અને દારૂગોળાના ડેપોને નિશાન બનાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા.


શાહબાઝ શરીફે યુદ્ધવિરામ માટે ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ અને ગલ્ફ દેશોનો આભાર માન્યો હતો શાહબાઝે કહ્યું- હું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનવા માંગુ છું. જેમણે યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શાહબાઝે યુદ્ધવિરામ માટે સાઉદી અરેબિયા, યુએઈ, તુર્કી અને કતારનો પણ આભાર માન્યો હતો.