coronavirus:દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા પાંચ જ દિવસમાં બે લાખથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 41,831 નવા કેસ નોંધાયા હતા અને 39,258 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 541 લોકોના મોત થયા હતા.


કોરોનાની બીજી લહેરમાં મોતના તાંડવા બાદ ધીરે ધીરે સતત કેસમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ફરી દુનિયા ભરના દેશોમાં કોવિડ-19ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.  ભારતમાં પણ શનિવાર કોવિડના કેસમાં ઉછાળો જોવા મળ્યો.


સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ  છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,831 કોવિડ-9ના નવા કેસ નોંધાયા. છેલ્લા પાંચ દિવસ બાદ  આ સૌથી વધુ કેસ નોંધાયા છે.  કેરળમાં સૌથી વધુ કોવિડના કેસ નોંધાઇ રહ્યાં છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 20,624 નવા કેસ નોંધાયા.


દેશમાં છેલ્લા પાંચ દિવસથી કોવિડના નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. નવા કેસ 40 હજારથી વધુ નોંધાયા છે તો 541નાં મોત થયા છે. કેરળામાં સૌથી વધુ ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છથે.  પાંચ દિવસની અંદર એક એક લાખ નવા કેસ નોંધાયા છે.


કેરળમાં સ્થિતિ ચિંતાજનક
કેરળમાં 24 કલાકમાં  20 હજાર 624 નવા કેસ નોંધાયા છે. કેરળમાં કોવિડની વર્તમાન સ્થિતિ પર નજપ કરીએ તો કુલ નવા કેસની સંખ્યા પાંચ દિવસની અંદર એક લાખથી વધુ થઇ ગઇ છે. જ્યારે 16,865 સાજા થયા છે. કુલ મૃત્યુ આંકની વાત કરીએ તો 16 હજાર 781ના મૃત્યુ થયા છે. તો 16 હજાર 865 લોકો સાજા થયા છે.


આ વિસ્તારોમાં લગાવો કડક પ્રતિબંધ
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળી રહ્યો છે અને અહીં નિયમોનું પાલન કરવાની સખત જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ  છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે, તેથી રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની ઢીલાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.આરોગ્ય મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 ટકાથી વધુના સંક્રમણ દરની રિપોર્ટ કરનારા તમામ જિલ્લાઓમાં, લોકોની અવરજવરને રોકવા / ઘટાડવા, ભીડ અને લોકોને મળતા અટકાવવા માટે કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે.