નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા પાંચ દિવસથી રોજના 40 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન એઈમ્સના ડિરેકટર ડો.રણદીપ ગુલેરિયાએ એનડીટીવીને જણાવ્યું કે, ભારતની આર વેલ્યુ વધી રહી છે, જે ચિંતાની વાત છે. ત્રીજી લહેરની ચિંતા વચ્ચે તેમનું આ નિવેદન આવ્યું છે.


ડો. ગુલેરિયાએ કહ્યું, .96થી શરૂ થઈને 1 સુધી જવું ચિંતાજનક છે. સાદી ભાષામાં કહીએ તો કોવિડ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાવાની સંભાવના વધી જાય છે. જે વિસ્તારમાં આ વધારો જોવા મળે છે તેને નિયંત્રણમાં લાવવાની જરૂર હોય છે. સંક્રમણની ચેઇન તોડવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેંટની રણનીતી અપનાવવી જોઈએ.


ચાલુ સપ્તાહે અમેરિકાની સીડીસીએ કહ્યું હતું કે, વાયરસનું ડેલ્ટા સ્વરૂપ અન્ય સ્વરૂપની તુલનામાં વધારે ગંભીર બીમારીનું કારણ બની શકે છે અને અછબડાં તરીકે આસાનાથી ફેલાઈ શકે છે. જેની ભારતીય સંદર્ભમાં વ્યાખ્યા કરતાં તેમણે કહ્યું, અછબડાં કે ઉચ્ચતર આર કારની બીજી લહેર હતી. કારણકે તેમાં સમગ્ર પરિવાર પ્રભાવિત થયો હતો. આવી જ રીતે જ્યારે એક વ્યક્તિમાં ડેલ્ટા સંક્રમણ થાય તો સમગ્ર પરિવાર પ્રભાવિત થાય છે.


તેમણે એમ પણ કહ્યું કે, તમિલનાડુમાં તાજેતરના સિરો સર્વેમાં 66 ટકા લોકોમાં એન્ટીબોડી બન્યા હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં કેસમાં ઉછાળો આવ્યો છે. તેથી સિરો સર્વે હર્ડ ઈમ્યુનિટી બની હોવાનું દર્શાવતા નથી. તેમણે સમજાવ્યું કે, બ્રાઝિલમાં પણ આવી રીતે સિરો સર્વેમાં 70 ટકા વસ્તીમાં હર્ડ ઈમ્યુનિટી વિક્સી હોવાનું જણાવાયું હતું પરંતુ તેમ છતાં અહીં કેસ વધારે નોંધાઈ રહ્યા છે. અહીં આવા મામલામાં એન્ટીબોડી ધીમે ધીમે ઘટી ગઈ હોવાનું સામે આવ્યું છે, કેરળઅને યુકેમાં લોકો સંક્રમિત થઈ જાય છે અને તેઓ ચેપ ફેલાવી શકે છે, જોકે તે ગંભીર સંક્રમણ નથી હોતું.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 41,831 નવા કેસ નોંધાયા હતા અને 39,258 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 541 લોકોના મોત થયા હતા.