ભારતે શુક્રવારે બેલિસ્ટિક મિસાઈલ અગ્ની 4નું સફળ પરીક્ષણ કર્યું. ઓડિશાના ચાંદીપુર સ્થિત પરીક્ષણ રેન્જથી તેને લોન્ચ કરવામાં આવી. પરીક્ષણ દરમિયાન અગ્ની 4એ બધા નિર્ધારિત માપદંડોને સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યા.


રક્ષા મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું, 6 સપ્ટેમ્બર 2024ના રોજ ઓડિશાના ચાંદીપુરમાં એકીકૃત પરીક્ષણ રેન્જથી ઈન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ અગ્ની 4નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું. પ્રક્ષેપણે બધા પરિચાલન અને તકનીકી માપદંડોને સફળતાપૂર્વક માન્ય કર્યા. આ સામરિક બળ કમાનના નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું.






4000 KM થી વધુ છે રેન્જ


અગ્ની 4નું સફળ પરીક્ષણ ભારત માટે ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ ભારતના ન્યુક્લિયર ડેટરન્સ પ્રોગ્રામનો ભાગ છે. ખાસ વાત એ છે કે અગ્ની 4 મિસાઈલની માર ક્ષમતા 4,000 કિમીથી વધુ છે. એટલે કે પળવારમાં દુશ્મન દેશ તેની ઝપેટમાં આવી શકે છે. આનું સફળ પરીક્ષણ ભારતની રક્ષા ક્ષમતાઓને મજબૂત કરવાની દિશામાં મીલનો પથ્થર માનવામાં આવી રહ્યું છે. આ પહેલાં ભારતે આ વર્ષે એપ્રિલમાં ઓડિશાના દરિયાકિનારે અબ્દુલ કલામ દ્વીપથી 1,000થી 2,000 કિમી સુધીની માર ક્ષમતા ધરાવતી નવી પેઢીની પરમાણુ સક્ષમ અગ્ની પ્રાઈમ બેલિસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. અગ્ની 4 મહત્તમ 900 કિલોમીટરની ઊંચાઈ સુધી સીધી ઉડાન ભરી શકે છે. તેની ચોકસાઈ 100 મીટર છે. એટલે કે હુમલાના સમયે તે 100 મીટરના વિસ્તારમાં આવતા કોઈપણ લક્ષ્યને નષ્ટ કરી શકે છે. અગ્ની 4નું નેવિગેશન ડિજિટલ કરવામાં આવે છે. તેને 8*8 ટ્રાન્સપોર્ટર ઇરેક્ટર લોન્ચરથી દાગવામાં આવે છે.


અગ્નિ IV એ અગ્નિ શ્રેણીની ચોથી મિસાઈલ છે, જેને ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઉપયોગ માટે વિકસાવવામાં આવી છે. તેની સ્ટ્રાઈક રેન્જ ચાર હજાર કિલોમીટર સુધીની છે. આ રીતે, તેના અધિકાર ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન સહિત ઘણા દેશો છે. તે સ્વદેશી ટેક્નોલોજી સાથે ઘણી અદ્યતન તકનીકી અને વ્યૂહાત્મક ક્ષમતાઓથી સજ્જ છે. આ મિસાઈલની મુખ્ય વિશેષતા એ છે કે તે રડાર દ્વારા પકડવામાં આવતી નથી. તે જ સમયે, તે ઉડાન દરમિયાન ઉદભવતી ખામીઓને સુધારવા માટે પણ સક્ષમ છે.


આ પણ વાંચોઃ


જમ્મુ કાશ્મીર ઇલેક્શનઃ ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર, મહિલાઓ અને યુવાઓ માટે કરી મોટી જાહેરાત