બાલેશ્વર (ઓડિશા): ભારતે ઇઝરાયેલ સાથે સંયુક્ત પણે વિકસિત કરેલી જમીનથી હવામાં વાર કરી શકે તેવી નવી મિશાઇલનું આજે સવારે 8:15 વાગ્યે સફળતાપૂર્વક પ્રાયોગીક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ ઓડીશા નજીક તટીય પ્રદેશ પાસે કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાયોગીક પરીક્ષણ સફળ રહ્યુ છે. અને તેનાથી બધા લક્ષ્યો પુરા કરી શકાશે. અધિકારીઓએ વધુમાં જણાવ્યુ હતું કે, મિસાઇલને ઇન્ટરગ્રેટેડ ટેસ્ટ રેંજ (ITR) લૉંચ પેડ-3 પર રાખવામાં આવી હતી. આ રડારમાંથી સિગ્નલ મળ્યા બાદ મિસાઇલ સક્રિય થઇ ગઇ હતી. મિસાઇલ દ્વારા બંગાળની ખાડી પર ગતિશીલ હવાઇ લક્ષ્યમાં અવરોધ ઉભો કરવામાં માનવરહિત વાયુયાન અનનેમ્ડ એર વ્હીકલ (UAV) 'બેંશી' ની મહત્વની ભૂમિકા રહી છે.
અધિકારીએ જમાવ્યું હતું કે, આ સમગ્ર પ્રણાલીમાં મિસાઇલ સિવાય સંચાલનાત્મક નિરીક્ષણ અને ખતરાની જાણકારી આપનાર રડાર MF STAR લગાડવામાં આવી છે. જેથી મિસાઇલ અને તેના રસ્તાની ઓળખ કરી શકાય અને તેનું દિશાનિર્દેશન કરી શકાય.