નવી દિલ્હી:  રાજસ્થાન મહિલા આયોગના અયોગના અધ્યક્ષ કવિતા શ્રીવાસ્તવ પીડિતા મહિલા સેલ્ફી લેતા હોય તેવો ફોટો વાયરલ થયો છે. રાજસ્થાનમાં એક મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. જેને લઇને મહિલા આયોગનના અધ્યક્ષ કવિતા શ્રીવાસ્તવ તેમની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જ્યાં પીડિતાની ખબર પુછવાને બદલે તેની સાથે સેલ્ફી લેવામાં વ્યસ્ત બની ગઈ હતી. સેલ્ફી વાયરલ થયા બાદ મહિલા આયોગના અધ્યક્ષે પ્રતિક્રિયા આપી કે, તેઓ પીડિતાને સામાન્ય કરવા માટે સેલ્ફી લીધી હતી.