બેઇજિંગઃ ભારત અને ચીન વચ્ચે સરહદ પર વધતા તણાવની અસર હવે ચીની સામાન પર આવી પડી છે. ભારતમાં ચીની સામાનનો બહિષ્કાર કરવાની વાતને લઇને ચીન ભારત પર લાલઘૂમ થયુ છે. ચીને કહ્યું કે ભારતીયો માટે ચીની સામાન બૉયકોટ કરવા સંભવ નથી.


ચીનના એક મુખપત્ર ગ્લૉબલ ટાઇમ્સમાં લદ્દાખામાં સમાજસેવી સોનમ વાંગ્યુક પર પણ નિશાન સાધવામાં આવ્યુ છે. અખબારનો દાવો છે કે ભારતીય માટે ચીની સામાનનો બહિષ્કાર કરવો સંભવ નથી. ચીનને દંભને ચકનાચૂર કરતો આ રિપોર્ટ તે જ અખબારે છાપ્યો છે જે દુનિયાભરમાં ચીનનો પ્રોપોગેન્ડા ફેલાવવા માટે બદનામ છે.

આને લઇને ચીની સરકારના મુખપત્ર ગ્લૉબલ ટાઇમ્સમાં લખ્યું છે, ભારતમાં ચીન વિરોધી સૂર ભારતના રાષ્ટ્રવાદીઓને સતત ચીન વિરુદ્ધ નિવેદનબાજીનો છે. જેમાં ચીન બહિષ્કારની વાતો થઇ રહી છે. ચીની સામાનનો વિરોધ કરવા બહુ જ મુશ્કેલ છે, અને એ પણ ત્યારે જ્યારે વ્યાપક પ્રમાણમાં ભારતીયોની જિંદગી સાથે જોડાયેલો છે. આને બદલી નથી શકાતો.



આત્મનિર્ભર ભારતનો મંત્ર આપનારી લદ્દાખની જાણીતી શિક્ષણવિદ સોનમ વાંગ્ચુકનો ઉલ્લેખ પણ ચીનના સરકારી મુખપત્રમાં થઇ રહ્યો છે. સોનમ વાગ્ચુકે જ ભારત-ચીન સીમા પર બૂલેટની જગ્યાએ વૉલેટથી ચીનને સબક શીખવાડવાની સલાહ આપી હતી.

સોનમ વાગ્ચુકનુ કામ થ્રી ઇડિયટ્સ ફિલ્મમાં દેખાય છે, જે સોશ્યલ મીડિયા પર ચીની સામાન અને એપ્સનો વિરોધ કરી રહી છે.