ઈમરાન ખાનને આમંત્રણ આપવાના સવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે SCOમાં તમામ આઠ દેશો અને ચાર ઓબ્ઝર્વરને અને અન્ય આંતરરાષ્ટ્રીય સહયોગીઓને આમંત્રણ આપવામાં આવશે.
રવિશ કુમારે જણાવ્યું કે, ભારત આ વર્ષ યોજાનારી SCO સમીટની યજમાની કરશે. આ બેઠક પ્રધાનમંત્રી સ્તર પર દર વર્ષે આયોજીત કરવામાં આવે છે. જેમાં વિવિધ મુદ્દે SCOના પ્રોગ્રામ પર ચર્ચા કરવામાં આવે છે. અને બહુપક્ષીય આર્થિક અને વ્યાપારના મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે.
ભારતમાં યોજાનારી આ પ્રથમ આઠ સભ્યની ઉચ્ચસ્તરીય બેઠક છે. ભારત અને પાકિસ્તાન સિવાય ચીન, રશિયા, તાજીકિસ્તાન, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો SCOમાં સમાવેશ થાય છે.