નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1.38 લાખે પહોંચી ગઇ છે. આવા સમયે કોરોના વાયરસની તપાસમાં તેજી લાવવા ભારત હવે ઇઝરાયેલ સાથે મળીને કામ કરશે. ઇઝરાયેલી દૂતાવાસે આ વાતની જાણકારી આપી છે.


ઇઝરાયેલી દૂતાવાસે જણાવ્યુ કે કોરોના વાયરસની તપાસ ઝડપી બનાવવા માટે ભારત અને ઇઝરાયેલ સાથે મળીને રિસર્ચ અને વિકાસ કાર્ય કરશે. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયે જણાવ્યુ કે બન્ને દેશોએ કોરોના વાયરસની તપાસ માટે કૃત્રિમ બુદ્ધિમત્તાના આધાર પર સંયુક્ત રીતે શોધ તથા વિકાસ કાર્ય કરવા પર ચર્ચા કરી છે.

ઇઝરાયેલી દૂતાવાસની પ્રવક્તા અવિગેલ સ્પિરાએ ટ્વીટ કર્યુ- ભારત અને ઇઝરાયેલ સંયુક્ત રીતે કૉવિડ-19ની ત્વરિત તપાસ કરવા માટે શોધ અને વિકાસ કાર્ય કરશે. ભારતમાં ઇઝરાયેલના દૂતાવાસે પણ આ વાતને લઇને ટ્વીટ કર્યુ છે.



ભારતમાં ઇઝરાયેલના દૂતાવાસ રૉન માલકાએ ટ્વીટ કર્યુ- મને ગર્વ છે કે ભારત અને ઇઝરાયેલ વિશેષણ એક સાથે કામ કરશે, જેથી તે આખી દુનિયા માટે જીવન બદલવા લાયક સમાધાનની શોધ કરી શકીએ. ખાસ કરીને કૉવિડ-19 મહામારી સામે લડવા માટે.

ઉલ્લેખનીય છે કે સોમવારે ભારતમાં એક દિવસામાં રેકોર્ડ 6,997 કેસો સામે આવ્યા. છેલ્લા ચાર દિવસથી ભારતમાં દરરોજ 6 હજારથી વધુ કેસો નવા આવી રહ્યાં છે. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 1.38 લાખથી વધુ કેસો સામે આવી ચૂક્યા છે.