એક સીનિયર પરિવહન અધિકારીએ જણાવ્યું કે, બસનો માલિક તલત પરવીન ભુવનેશ્વરનો રહેવાસી છે. જેણે 1 માર્ચ 2018 થી સાડા 6 લાખ રૂપિયાનો રોડ ટેક્સ ભર્યો નહોતો.
અધિકારીએ કહ્યું કે, ફિટનેસ સર્ટિફિકેટનું ચલણ, સામાન્ય ઉલ્લંઘન , પરમિટ કન્ડીશન્સ અને ઈન્શ્યોરન્સ સાથે કુલ 6 લાખ 72 હજાર રૂપિયાનું ચલણ કાપ્યું હતું. આ સાથે બસને જપ્ત કરી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા નાગાલેન્ડના એક ટ્રક ડ્રાઈવરને પશ્ચિમી ઓડિશાના સંબલપુરમાં જૂના મોટર વ્હીકલ એક્ટ 2019ના ઉલ્લેઘનના કારણે 6 લાખ 53 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.