Manipur Unrest: મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં મૈઇતી સમુદાયને સામેલ કરવાની માંગ સાથે હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. ઈમ્ફાલ, ચુરાચાંદપુર અને અન્ય વિસ્તારોમાં આદિવાસીઓ અને મૈઇતી વચ્ચે અથડામણની ઘટનાઓ બની રહી છે. હિંસાને જોતા સરકારે તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે ભારતીય સેના પણ એલર્ટ મોડ પર છે. સેનાએ લોકોને રાજ્યમાં સુરક્ષાની સ્થિતિ સાથે જોડાયેલા નકલી વીડિયો અંગે સતર્ક રહેવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ સતત મણિપુર હિંસા પર નજર રાખી રહ્યા છે.
નકલી વિડિયોમાં આસામ રાઈફલ્સ પોસ્ટ પર હુમલાનો વીડિયો પણ સામેલ છે જેને હિંસા ભડકાવવા માટે શેર કરવામાં આવી રહ્યો છે. સેનાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર સત્તાવાર અને વેરિફાઇડ સ્ત્રોતોના સમાચારો પર વિશ્વાસ કરે. અહીં હિંસક ટોળાએ ઘણાં ઘરો, દુકાનો અને ધાર્મિક સ્થળોને આગ ચાંપી દીધી છે. ઇમ્ફાલમાં એક ધારાસભ્ય પર પણ હુમલો થયો હતો.
ભારતીય સેનાએ ટ્વિટ કર્યું
SpearCorps.IndianArmyએ ટ્વિટ કર્યું હતું કે "મણિપુરમાં સુરક્ષાની સ્થિતિ પરનો નકલી વીડિયો જેમાં આસમ રાઈફલ્સ પોસ્ટ પરના હુમલાનો વીડિયો સામેલ છે. આ વીડિયો શત્રુતાપૂર્ણ તત્વો તરફથી શેર કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેના માત્ર સત્તાવાર અને વેરિફાઇડ સ્ત્રોતો દ્વારા જ મળેલા સમાચાર પર વિશ્વાસ કરવાની વિનંતી કરે છે.
આ સમયે રાજ્યમાં કેવી સ્થિતિ
નોંધનીય છે કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને આસામ રાઈફલ્સની 55 'કૉલમ' તૈનાત કરવામાં આવી છે. આર્મી અને આસામ રાઈફલ્સે ગુરૂવારે (4 મે) કાક્ચિંગ જિલ્લાના સુગનુ ખાતે ચુરાચાંદપુર અને ઈમ્ફાલ ખીણના કેટલાક વિસ્તારોમા ફ્લેગ માર્ચ કરી હતી. સ્થિતિ પર નજર રાખતા કેન્દ્ર સરકારે 'રેપિડ એક્શન ફોર્સ' (RAF) ની ઘણી ટીમોને રાજ્યમાં મોકલી છે.