ઓસ્ટ્રેલિયા સામે જીતનાર ભારતીય ટીમના ક્રિકેટર ટી નટરાજન મદુરાઇના પલાની  ધાંડાયુથાપાની સ્વામી મંદિર પહોંચ્યા હતા અને અહીં તેણે શીશ ઝુકારી આશિષ લીધા હતા અને મુંડન કરવાવ્યું હતું.



મદુરાઇના પલાની  ધાંડાયુથાપાની સ્વામી મંદિર શિવગીરીના ઉંચા પર્વત પર સ્થાપિત છે. ક્રિકેટર ટી નટરાજન રોપ કાર દ્રારા પર્વત પર સ્થાપિત ધાંડાયુથાપાની સ્વામી મંદિર પર પહોંચ્યાં હતા અને વિશેષ પૂજન અર્ચન કરીને મૂંડન કરાવ્યું હતું.



આ મંદિરમાં વાળ ઉતરાવની અને વાળનું દાન કરવાની બહુ જુની પરંપરા છે. શ્રદ્ધાળુઓ અહીં વાળ ઉતરાવવની માનતા રાખે છે અને મંદિરમાં દર્શન બાદ મુંડન કરાવે છે. તિરૂપતિ બાલાજી મંદિરની જેમ અહીં પણ મૂંડન સંસ્કારનું આગવું મહત્વ છે. ભારતીય ટીમના ક્રિકેટર ટી નટરાજન પણ પલાની મંદિર પહોંચ્યા હતા અને મૂંડન કરવીને આસ્થા વ્યક્ત કરી હતી.