International flight monitoring: ભારત સરકારે વિદેશ પ્રવાસ કરનારા લોકો માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે સરકાર વિદેશ પ્રવાસ કરતા લોકો સંબંધિત 19 પ્રકારનો વ્યક્તિગત ડેટા એકત્રિત કરશે. આ ડેટા પાંચ વર્ષ માટે સંગ્રહિત રહેશે અને જરૂર પડ્યે અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે શેર પણ કરી શકાશે.


સરકારનો હેતુ


સરકારે આ નિર્ણય દાણચોરી જેવી ગતિવિધિઓ પર નજર રાખવાના ઉદ્દેશ્યથી લીધો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ વિદેશી રૂટ ધરાવતી તમામ એરલાઇન્સને 10 જાન્યુઆરી સુધીમાં નવા પોર્ટલ 'NCTC Pax' પર નોંધણી કરવા જણાવ્યું છે. 10 ફેબ્રુઆરીથી પાઇલટ પ્રોજેક્ટ તરીકે કેટલીક એરલાઇન્સ સાથે ડેટા શેરિંગ શરૂ કરવામાં આવશે અને 1 એપ્રિલથી આ સિસ્ટમને સંપૂર્ણ રીતે લાગુ કરવાનો સરકારનો લક્ષ્ય છે.


એકત્રિત કરવામાં આવનાર ડેટા


નવા નિયમ હેઠળ 19 પ્રકારનો ડેટા એકત્ર કરવામાં આવશે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:



  • પેસેન્જરનું નામ

  • મુસાફરીની તારીખ

  • ટિકિટ ખરીદવાની તારીખ

  • મફત ટિકિટ અને અપગ્રેડ જેવા લાભો વિશેની માહિતી

  • સીટની માહિતી

  • પેસેન્જર દ્વારા આપવામાં આવેલી વ્યક્તિગત વિગતો

  • ટ્રાવેલ પ્લાન

  • ટ્રાવેલ એજન્ટની માહિતી

  • પેમેન્ટ મેથડ


ડેટાનું વિશ્લેષણ અને ઉપયોગ


કસ્ટમ વિભાગ દ્વારા સમયાંતરે આ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવશે. જો કોઈ મુસાફરની ટ્રાવેલ પેટર્નમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાશે તો તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવશે. આનાથી દાણચોરી પર નજર રાખવામાં અને શંકાસ્પદ ગતિવિધિઓને શોધવામાં મદદ મળશે. યાત્રીની મુસાફરીની વિગતોમાં ફેરફાર અંગે પણ કસ્ટમ વિભાગને જાણ કરવાની રહેશે.


સુરક્ષા અને અંગત માહિતીની ચિંતા


સરકારનો ઉદ્દેશ્ય દેશમાં સુરક્ષા વધારવાનો અને દાણચોરી જેવી પ્રવૃત્તિઓને રોકવાનો છે. જો કે, કેટલાક લોકો આ પહેલ પર તેમની અંગત માહિતીના સંગ્રહને લઈને ચિંતિત છે. સરકારે સુનિશ્ચિત કર્યું છે કે આ ડેટાને યોગ્ય સુરક્ષા પ્રોટોકોલ હેઠળ હેન્ડલ કરવામાં આવશે અને બિનજરૂરી રીતે શેર કરવામાં આવશે નહીં. સુરક્ષાના દૃષ્ટિકોણથી આ નવું પગલું ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેની સાથે મુસાફરોના અધિકારોનું પણ ધ્યાન રાખવામાં આવશે.


આ પણ વાંચો....


મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'


ચીનમાં નવા વાયરસે મચાવી તબાહી: 170 લોકોના મોત, ઇમરજન્સી જાહેર?