નવી દિલ્હીઃકોરોના વાયરસથી બચવા માટે અનેક આઇડિયા અપનાવવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી બચવા અનેક દેશ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સિંગાપોરે TraceTogether નામની એક એપ લોન્ચ કરી છે. જે શોર્ટ ડિસ્ટન્સ બ્લૂટૂથ મારફતે સિગ્નલ હેઠળ કામ કરે છે. આ એપ એ જાણવામાં મદદ કરે છે કે કોવિડ-19ના સંભવિત દર્દીઓ કોણ છે અને તેનો ડેટા સરકારને મોકલે છે.


રિપોર્ટ અનુસાર, ભારતમાં આ પ્રકારની એપ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ એપ હાલમાં લિમિટેડ લોકોને ટેસ્ટિંગ માટે આપવામાં આવી છે. સિંગાપોરે TraceTogether એપનો સોર્સ કોડ પબ્લિક કરી દીધો છે. એટલે કે કોઇ પણ દેશનો ડેવલોપર્સ તેને યુઝ કરીને આ પ્રકારની પોતાની એપ તૈયાર કરી શકે છે.

આ એપનું નામ CoWin-20 છે અને તેને એન્ડ્રોઇડ અને આઇઓએસમાં ટેસ્ટ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં આ એપ યુઝરનું લોકેશન ટ્રેક કરશે. આ એપ યુઝરને એ નોટિફિકેશન પણ મોકલશે કે તેની આસપાસ કોઇ કોવિડ-19ના દર્દી છે કે નહીં. જોકે આ પ્રકારની ટેકનોલોજી ડેટાબેસથી કામ કરે છે. કોવિડ-19 જેને છે તેનો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી શકે છે. હવે આ કોરોના વાયરસના દર્દીના ડેટાબેઝ સાથે તમારા ફોન દ્ધારા કલેક્ટ કરવામાં આવેલા ડેટાને મેચ કરવામાં આવશે.