નવી દિલ્હીઃ ભારતે એન્ટિગુઆ અને બરબૂડાના તંત્રને પંજાબ નેશનલ બેંક લોન કૌભાંડના મુખ્ય આરોપીઓ પૌકીના એક ભાગેડુ મેહુલ ચોકસીની ધરપકડ કરવાનો આગ્રહ કર્યો છે. સરકારના સૂત્રોએ સોમવારે આ જાણકારી હતી. ગત સપ્તાહે ચોકસીએ દાવો કર્યો હતો કે તેણે કારોબારના સંદર્ભમાં ગત વર્ષે એન્ટીગુઆના નાગરિકતા લીધી હતી.


ચોકસી કેરેબિયન ટાપુમાં હાજર હોવાની સૂચના મળ્યા બાદ ભારત તરફથી આ પગલું ભરવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, ભારતે એન્ટીગુઆ અને બરબુડાના અધિકારીઓને હવા, જમીન કે પાણી એમ કોઈપણ માર્ગેથી ચોકસીના આવાગમન પર રોક લગાવવા આગ્રહ કર્યો છે.

સૂત્રએ જણાવ્યું કે, જેવી વિદેશ મંત્રાલયને ચોકસી એન્ટીગુઆમાં હોવાની જાણકારી મળી કે તરત જ જોર્જટાઉનના અધિકારીઓને લેખિત અને મૌખિક રીતે એલર્ટ કર્યા. ભારતે ત્યાંની સરકારને કહ્યું કે, તેઓ ચોકસીની હાજરીની ભાળ મેળવે અને તેની ધરપકડ કરે.