Congress Political Strategist: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટૉની (A K Antony)એ કહ્યું કે 2024ની સામાન્ય ચૂંટણી (General Election 2024)માં બીજેપીને સત્તામાંથી બહાર કરવા માટે કોંગ્રેસે બહુસંખ્યક સમુદાયને પણ પોતાના હાથમાં લેવો પડશે, કેમ કે આ લડાઇમાં અલ્પસંખ્યક પર્યાપ્ત નહીં રહે. 


કોંગ્રેસ કાર્યસમિતિ (Congress Working Committee)ના સભ્ય એકે એન્ટૉનીએ પાર્ટીની સ્થાપના દિવસેના પ્રસંગ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, ભારતમાં બહુસંખ્યક લોકો હિન્દુ છે અને આ બહુસંખ્યક સમુદાયને નરેન્દ્ર મોદી વિરુદ્ધ લડાઇમાં સામેલ કરવા જોઇએ. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમને વધુમાં કહ્યું કે, તમામે (2024 માટે) તૈયાર રહેવુ પડશે, અને ફાસીવાદ વિરુદ્ધ લડાઇ (Fight Against Fascism)માં બહુસંખ્યક સમુદાયને સાથે લાવવો પડશે. 


કોંગ્રેસ અલ્પસંખ્યકોની સાથે સાથે હિન્દુઓનું પણ ધ્યાન રાખે - 
એકે એન્ટૉનીએ કહ્યું કે, અલ્પસંખ્યકોને પોતાના ધર્મનુ પાલન કરવાની સ્વતંત્રતા છે, પરંતુ જ્યારે હિન્દુ સમુદાયના લોકો મંદિરોમાં જાય છે કે પછી તે તિલક કે ચાંદલો લગાવે છે, તો તેમને એક સૉફ્ટ હિન્દુત્વ (Soft Hindutva) વિચારધારા વાળા લોકો તરીકે જોવામાં આવે છે, આ યોગ્ય રણનીતિ નથી. કોંગ્રેસ હિન્દુઓની સાથે સાથે અલ્પસંખ્યકોને પણ પાર્ટીમાં લાવવાની કોશિશ કરી રહી છે.


એકે એન્ટૉનીએ કહ્યું કે, જો કોંગ્રેસ સૉફ્ટ હિન્દુત્વ લાઇન પર નહીં ચાલે, તો તે તેનો ફાયદો માત્રને માત્ર મોદી જ મળશે, તેમને કહ્યું કે, તમામે આ વાતનુ ધ્યાન રાખવુ જોઇએ. 


ભારત જોડો યાત્રામાં કેમ સામેલ નહીં થાય અખિલેશ યાદવ?


કોંગ્રેસની ભારત જોડો યાત્રા આવતા વર્ષથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશવા જઈ રહી છે. આ અંગે કોંગ્રેસે કથિત રીતે રાજ્યની તમામ વિપક્ષી પાર્ટીઓને યાત્રામાં ભાગ લેવાનું આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ અખિલેશ યાદવ, જયંત ચૌધરી અને માયાવતીએ તેનો સ્વીકાર કર્યો ન હતો. અખિલેશ યાદવે આ અંગે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ એક જ છે અને અમારી પાર્ટીના સિદ્ધાંતો અલગ છે.


અખિલેશને કોંગ્રેસ સાથેનું ગઢબંધન ફળ્યું નથી


2017ની યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન અખિલેશ યાદવ કોંગ્રેસના ગઠબંધનમાં ચૂંટણી લડ્યા હતા, પરંતુ આ લોકોને તેનો બહુ ફાયદો ન મળ્યો અને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. સપા-કોંગ્રેસના આ ગઠબંધનને માત્ર 54 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આમાં કોંગ્રેસની હાલત સૌથી ખરાબ હતી. પાર્ટી માત્ર સાત વિધાનસભા બેઠકો જીતી શકી હતી. તેના થોડા સમય પછી, આ ગઠબંધન તૂટી ગયું હતું. 2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ બસપા સુપ્રીમો માયાવતી સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ તે પણ નિષ્ફળ રહ્યું હતું.