નવી દિલ્હીઃ દેશમાં ટ્રેનોની સામાન્ય શરૂઆત માટે પ્રવાસીઓએ હજુ રાહ જોવી પડશે. દેશમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસના કેસને જોતા રેલવે  મંત્રાલયે તમામ ટ્રેનો 12 ઓગસ્ટ સુધી રદ્દ કરી દીધી છે. આ પહેલા રેલવેએ 30 જૂન સુધી રદ્દ કરી હતી. જોકે રેલવે તરફતી ચલાવવામાં આવી રહેલ 100 વિશેષ ટ્રેન હાલમાં ચાલતી રહેશે.

રદ્દ ટિકિટોના બદલે મળશે પૂરું રિફંડ

રેલવે બોર્ડે ગુરૂવારે 25 જૂનના રોજ જાહેરાત કરી હતી કે 1 જુલાઈથી સામાન્ય ટાઈમ ટેબલની તમામ પેસેન્જર, મેલ/એક્સપ્રેસ અને સબઅર્બન સેવાઓને 12 ઓગસ્ટ સુધી રદ્દ કરવામાં આવી રહી છે.

એવામાં આ દરમિયાન બુક કરવામાં આવેલ તમામ ટિકિટ પણ રદ્દ કરવામાં આવી છે. બોર્ડે સાથે જ કહ્યું કે, આ દરમિયાન બુક કરવામાં આવેલ તમામ ટિકિટો માટે પૂરું રિફંડ પ્રવાસીઓને આપવામાં આવશે.

પ્રવાસી પોતાનું રિફંડ ટિકિટ કાઉન્ટરમાં રદ્દ કરવામાં આવેલ ટિકિટ બતાવીને લઈ શકે છે. જ્યારે ઓનલાઈન બુકિંગ કરાવનાર પ્રવાસીઓના ખાતામાં સીધા જ રિફંડની રકમ ટ્રાન્સફર થઈ જશે. એટલું જ નહીં, રિફંડ મેળવવા માટે તમામ પ્રવાસીઓએ પાસે પ્રવાસની તારીખતી આગામી 6 મહિનાનો સમય રહેશે.



વિશેષ ટ્રેનો રહેશે ચાલુ

IRCTC તરફથી બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનમાં જોકે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, છેલ્લા મહિને અને 1 જૂનથી શરૂ કરવામાં આવેલ વિશેષ રાજધાની અને અન્ય વિશેષ એક્સપ્રેસ મેલ ટ્રેનો પહેલાની જેમ જ ચાલુ રહેશે. રેલવેએ 100 રૂટ પર વિશેષ ટ્રેનની શરૂઆત કરી હતી.

રેલવેએ છેલ્લા મહિને વિશેષ ટ્રેનની શરૂઆતના સમયે સામાન્ય લોકોને અપીલ કરી હતી કે ડાયબિટીઝ, હાઈપરટેંશન, કેન્સર અને શ્વાસ સંબંધીત બીમારીથી ગ્રસ્ત લોકો, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષતી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષતી વધારે ઉંમરના વરિષ્ઠ નાગરિકો ટ્રેનોમાં ત્યાં સુધી ન બેસે જ્યાં સુધી ખૂબ જ જરૂરી હોય.