ભારતીય રેલવેમાં ટિકિટ માટે પડાપડી થતી હોય છે. ટિકિટને લઈ ધસારો કંઈ નવો નથી. આ ઉતાવળમાં ખોટી તારીખે ટિકિટ બુક કરાવવાથી મુશ્કેલીઓ વધી  જાય છે. એક તો માંડ માંડ ટિકિટ મળે અને ભૂલમાં તારીખ ખોટી લખાય જાય.  જો તમારી સાથે આવું થયું હોય તો  હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય રેલવે ટૂંક સમયમાં તેના મુસાફરોને એક નવી સુવિધા આપશે. આ સુવિધા મુસાફરોને કોઈપણ નાણાકીય નુકસાન વગર તેમની કન્ફર્મ ટિકિટ પર તારીખ બદલવાની મંજૂરી આપશે.

Continues below advertisement

રેલવે ટૂંક સમયમાં મોટા સમાચાર આપશે

મીડિયા રિપોર્ટ્સ: ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે એક મોટો ફેરફાર લાવવાની તૈયારી કરી રહી છે. આ ફેરફાર મુસાફરો માટે રાહતરૂપ રહેશે. તેમને તેમની કન્ફર્મ ટિકિટ પર તારીખ બદલવાનો વિકલ્પ આપવામાં આવશે. મહત્વનું છે કે, આમ કરવા માટે કોઈ પૈસા ચૂકવવા પડશે  નહીં. સરળ શબ્દોમાં કહીએ તો જો તમારી પાસે 30 નવેમ્બરે અમદાવાદથી દિલ્હીની કન્ફર્મ ટિકિટ છે અને કોઈ કારણોસર તમારો આ પ્લાન પાંચ દિવસ માટે બદલાય છે તો તમારે 5 ડિસેમ્બરે નવી ટિકિટ ખરીદવાની જરૂર રહેશે નહીં.

Continues below advertisement

તમે તમારી 30 નવેમ્બરની ટિકિટમાં ફેરફાર કરી શકશો અને તે જ ટિકિટનો ઉપયોગ કરીને 5 ડિસેમ્બરે દિલ્હીની મુસાફરી કરી શકશો. હાલમાં, મુસાફરો જો તેમના પ્લાન રદ કરે તો તેમને ટિકિટ રદ કરવી પડે છે. આના બે ગેરફાયદા છે: પ્રથમ, રેલવે ટિકિટ રદ કરવાનો ચાર્જ વસૂલ કરે છે  અને બીજું, ઇચ્છિત તારીખ માટે કન્ફર્મ ટિકિટ ઉપલબ્ધ થશે કે નહીં તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે.

હાલમાં આટલો મોટો કેન્સલેશન ચાર્જ ચૂકવવો પડે છે

એનડીટીવીના અહેવાલ મુજબ, રેલવે મંત્રીએ પોતે આ બાબતે પોતાનો પક્ષ રજૂ કર્યો છે, જેમાં જણાવ્યું છે કે આ સિસ્ટમ યોગ્ય નથી. મંત્રીએ જણાવ્યું હતું કે આ સિસ્ટમ બદલવા માટે જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે અને કામ ચાલી રહ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે ઓનલાઈન બુક કરાયેલ કન્ફર્મ ટિકિટની તારીખ જાન્યુઆરી 2026 થી બદલાશે. હાલમાં, ટિકિટ માટે કેન્સલેશન ચાર્જ ફર્સ્ટ એસી માટે ₹240 પ્લસ જીએસટી છે. વધુમાં, એસી 2-ટાયર માટે, આ ચાર્જ ₹200 છે, જેમાં દરેક વર્ગ માટે જીએસટી અલગ અલગ છે. બીજી તરફ, જો તમે થર્ડ એસી બુકિંગ રદ કરો છો તો રેલવે તમારી પાસેથી ₹180 પ્લસ જીએસટી વસૂલશે. જો મુસાફરીની તારીખો ફરીથી શેડ્યૂલ કરવાનો નિયમ લાગુ કરવામાં આવે તો તે મુસાફરોને ખૂબ ફાયદો થશે.