Indian Railways IRCTC Employees Bonus: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારે તહેવારોની સીઝનમાં ભારતીય રેલવેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. ગુરુવાર (ત્રણ ઓક્ટોબર, 2024)ના રોજ કેબિનેટની બેઠક દરમિયાન રેલવે કર્મચારીઓ માટે બોનસને મંજૂરી આપવામાં આવી. આ માહિતી મોડી સાંજે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવી.


કેબિનેટ બ્રીફિંગ દરમિયાન જણાવવામાં આવ્યું કે રેલવે કર્મચારીઓના બોનસને મંજૂરી આપવામાં આવી છે. તેમને કુલ 2029 કરોડ રૂપિયાનું બોનસ આપવામાં આવશે અને આ કુલ 78 દિવસનું બોનસ હશે. કેન્દ્રના આ નિર્ણયથી કુલ 11,72,240 કર્મચારીઓને લાભ થશે, જ્યારે રેલવેમાં 58,642 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.


બોનસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ:


સારા પ્રદર્શન માટે બોનસ આપવામાં આવી રહ્યું છે


બોનસની કુલ રકમ 2029 કરોડ રૂપિયા છે


રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે


11,72,240 કર્મચારીઓને લાભ મળશે


રેલવે કર્મચારીઓ ઉપરાંત ખેડૂતો માટે પણ કેન્દ્રે મોટો નિર્ણય લીધો છે. સાંભળો, આ વિશે કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું:






રેલ્વે કર્મચારીઓ માટે ઉત્પાદકતા લિંક્ડ બોનસ (PLB)


ભારતીય રેલ્વેએ તેના કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ માટે પ્રોડકટીવીટી લિંક્ડ બોનસ (PLB)ની જાહેરાત કરી છે જેમાં ટ્રેક મેઈન્ટેનર્સ, લોકો પાઈલટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર્સ, પોઈન્ટ્સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ XC કર્મચારીઓનો સમાવેશ થાય છે. રેલ્વે કર્મચારીઓને દર વર્ષે દુર્ગા પૂજા/દશેરાના તહેવારો પહેલા PLB ચૂકવવામાં આવે છે. આ વર્ષે પણ લગભગ 11.72 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને 78 દિવસના પગારની સમકક્ષ PLB રકમ ચૂકવવામાં આવી રહી છે. કર્મચારી દીઠ વધુમાં વધુ 17,951 રૂપિયા ચૂકવવામાં આવશે.


નાણાકીય વર્ષ 2023-24માં રેલવેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, રેલ્વેએ રેકોર્ડ 1,588 મિલિયન ટન નૂરનું પરિવહન કર્યું અને આશરે 6.7 અબજ મુસાફરોનું પરિવહન કર્યું. સરકાર દ્વારા રેલ્વેમાં રેકોર્ડ મૂડી રોકાણ (કેપેક્સ), કામગીરીમાં કાર્યક્ષમતા અને બહેતર તકનીકી સુધારણા સહિત આ રેકોર્ડ પ્રદર્શન પાછળ ઘણા કારણો હતા.


આ પણ વાંચોઃ


હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!