Ashok Tanwar News: હરિયાણા ચૂંટણી પહેલાં જ બીજેપીના નેતા અશોક તંવર એકવાર ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેઓ TMCP અને આમ આદમી પાર્ટીમાં પણ રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણીમાં સિરસાથી કુમારી સૈલજાને પડકાર આપ્યો હતો પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. સૂત્રો અનુસાર, અશોક તંવર વિધાનસભા ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ બીજેપીએ તેમને ટિકિટ આપી નહીં. આ વાતથી અશોક તંવર નારાજ હતા. પાર્ટીના ઘણા મોટા નેતાઓને મળીને તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમને ટિકિટ આપવામાં આવે પરંતુ એવું થઈ શક્યું નહીં.


લોકસભા ચૂંટણી પહેલાં અશોક તંવર બીજેપીમાં જોડાયા હતા. તેમનું બીજેપીમાં જોડાવું બીજેપી માટે મોટી સફળતા માનવામાં આવી કારણ કે તંવર હરિયાણામાં મોટો દલિત ચહેરો છે. બીજેપી અશોક તંવર દ્વારા કોંગ્રેસ પર 'દલિત વિરોધી' હોવાનો આરોપ પણ લગાવતી રહી. પરંતુ હવે કોંગ્રેસે ફરીથી તેમને પાર્ટીમાં સામેલ કરીને બીજેપીને મોટો આંચકો આપ્યો છે.


દલિત મતદારોને કોંગ્રેસે સંદેશ આપ્યો?


લોકસભા ચૂંટણીમાં કુમારી સૈલજાએ અશોક તંવરને 2,38,497 મતથી હરાવ્યા હતા. એપ્રિલ 2022માં કોંગ્રેસ છોડીને તેઓ AAPમાં જોડાયા હતા. જાન્યુઆરી 2024માં AAP છોડીને બીજેપીમાં જોડાયા. કોંગ્રેસે હવે એક તીરથી ઘણા નિશાન સાધ્યા છે. બીજેપીની નજર વિધાનસભા ચૂંટણીમાં દલિત મતદારો પર હતી. તંવરને પાર્ટીમાં સામેલ કરાવીને કોંગ્રેસે દલિતોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.


હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં દુષ્યંત ચૌટાલાએ ચંદ્રશેખર આઝાદ સાથે ગઠબંધન કરીને દલિત મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસને આ વાતની ચિંતા હતી કે ક્યાંક દલિત મતદારો તેમનાથી દૂર ન થઈ જાય. કારણ કે બીજેપીએ ચૂંટણી મોસમમાં કુમારી સૈલજાના બહાને કોંગ્રેસ પર ચારેય બાજુથી હુમલા શરૂ કરી દીધા હતા. બીજેપી આરોપ લગાવી રહી છે કે દલિત હોવાને કારણે કુમારી સૈલજાને કોંગ્રેસમાં યોગ્ય સન્માન મળી રહ્યું નથી.


2009ની લોકસભા ચૂંટણીમાં, તેમણે સિરસા (SC) થી INLD ઉમેદવાર સીતા રામને 35,499 મતોથી હરાવ્યા હતા. જો કે, ત્યારપછીની 2014ની ચૂંટણીમાં તેઓ INLDના ચરણજીત સિંહ રોરી સામે 1.15 લાખ મતોથી હાર્યા હતા. 2019માં પણ તેમને ભાજપની સુનીતા દુગ્ગલ સામે 3 લાખથી વધુ મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. તંવરની કોંગ્રેસમાં વાપસીથી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણામાં પાર્ટીની સ્થિતિ મજબૂત થવાની ધારણા છે.


આ પણ વાંચોઃ


NDAમાં સટાસટી! JDUએ કહ્યું 'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'