નવી દિલ્હી: કોરોના વાયરસના લોકડાઉન વચ્ચે રેલવે મંત્રાલયે મંગળવારથી કેટલાક રૂટ પર 15 સ્પેશિયલ ટ્રેન શરૂવાનો નિર્ણય લીધો છે. તેના માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ IRCTCની વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. રેલવેએ આ સ્પેશિયલ ટ્રેનોનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. જેમાંથી 15 ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી શરૂ થશે જ્યારે 15 અન્ય શહેરોથી નવી દિલ્હી માટે રવાના થશે. હાવડાથી નવી દિલ્હી જનારી ટ્રેન સાંજે 5 વગ્યાને 5 મિનિટે શરૂ થશે.


ઉલ્લેખનીય છે કે, રેલવે ટિકિટોનું બુકિંગ IRCTC ની વેબસાઈટ પર આજે સાંજે ચાર વાગ્યાથી શરુ થવાનું હતું પરંતુ વેબસાઈટ ઠપ થઈ ગઈ હતી. બાદમાં 6 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું

આ વિશેષ ટ્રેન દિલ્હીથી અગરતલા, હાવડા, પટના, ડિબ્રુગઢ, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તુરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.