Indian Railway Rules For Liquor: ભારતમાં કરોડો લોકો દારૂ પીવે છે. આંકડાઓ અનુસાર ભારતનો એક નાગરિક સરેરાશ વર્ષમાં 4.9 લીટર દારૂ પીવે છે. દારૂને લઈને ભારતમાં કાયદા ઘણા કડક છે. જેમ કે તમે દારૂ પીને ડ્રાઈવ નથી કરી શકતા. દારૂ પીને તમે ઓફિસ નથી જઈ શકતા.


ઘણા લોકોના મનમાં દારૂને લઈને આ પ્રશ્ન પણ આવે છે. શું તમે મુસાફરી દરમિયાન દારૂ લઈને જઈ શકો છો? શું ટ્રેન મુસાફરી દરમિયાન દારૂ સાથે લઈ જવા માટે નિયમો છે? નિયમ તોડવા પર કેટલી સજા થઈ શકે છે? તો ચાલો આ બધા પ્રશ્નોના જવાબો વિશે તમને જણાવીએ.


ટ્રેનમાં દારૂ લઈ જઈ શકાય છે?


ટ્રેન એક જાહેર મુસાફરીનું માધ્યમ છે. જેમાં ઘણા બધા લોકો એક સાથે મુસાફરી કરે છે. એટલા માટે મુસાફરો માટે રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે. જેથી અન્ય મુસાફરોને અસુવિધા ન થાય. રેલવેના નિયમો મુજબ ટ્રેનમાં દારૂ લઈ જઈ શકાય છે. ભારતીય રેલવે એક્ટ 1989 હેઠળ તમે ટ્રેનમાં દારૂ લઈ જઈ શકો છો.


પરંતુ માત્ર એ રાજ્યોમાં જ્યાં તેની મંજૂરી હોય. જેમ કે ડ્રાય સ્ટેટ જેમાં ગુજરાત, નાગાલેન્ડ, બિહાર અને લક્ષદ્વીપ જેવા રાજ્યો સામેલ છે. અહીં તમે દારૂ નથી લઈ જઈ શકતા. કારણ કે આ રાજ્યોમાં મુસાફરી દરમિયાન જો તમારી પાસેથી દારૂ મળે છે, તો તમારે દંડ ભરવો પડી શકે છે અને તમારે જેલમાં પણ જવું પડી શકે છે.


કેટલો દારૂ લઈ જઈ શકાય છે?


જેમ કે અમે તમને જણાવ્યું કે ભારતીય રેલવેના નિયમો મુજબ તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમારી સાથે દારૂની બોટલ લઈ જઈ શકો છો. તેની ક્ષમતા કે મર્યાદાની વાત કરીએ તો તમે માત્ર બે લીટર દારૂ જ સાથે લઈ જઈ શકો છો. અને એટલું જ નહીં, જે 2 લીટર દારૂની બોટલો તમે સાથે લઈ જઈ રહ્યા છો, તે બધી સીલ પેક હોવી જરૂરી છે. તમે ટ્રેનમાં ખુલ્લી બોટલો સાથે નથી લઈ જઈ શકતા.


કેટલી સજા થઈ શકે છે?


જો કોઈ વ્યક્તિ નક્કી કરેલી માત્રાથી વધારે દારૂ લઈને ટ્રેનમાં મુસાફરી કરતો મળે છે, તો રેલવે અધિનિયમ હેઠળ તે વ્યક્તિને સજા આપવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પ્લેટફોર્મ પર દારૂ પીતો પકડાય છે, અથવા ખુલ્લામાં દારૂની બોટલ લઈ જતો પકડાય છે, તો આવા વ્યક્તિને રેલવે અધિનિયમ હેઠળ 6 મહિનાની જેલ અને ₹500 સુધીનો દંડ થઈ શકે છે.


આ પણ વાંચોઃ


ચિરાગ પાસવાનનો ભાજપથી મોહભંગ! LJP રામવિલાસના 3 સાંસદ BJP માં જશે? 5 પોઈન્ટમાં જાણો કેમ ઉઠ્યા સવાલો